Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISIS મોડ્યુલનો આતંકી ઝડપાયો, મોટા હુમલાની....

દિલ્હી પોલીસને મોટી સફળતા પોલીસે ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ કરી આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ મોટા હુમલાની ફિરાકમાં હોવાની આશંકા તેની પર 3 લાખ રુપિયાનું ઇનામ હતું ISIS : દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ISIS...
isis મોડ્યુલનો આતંકી ઝડપાયો  મોટા હુમલાની
  • દિલ્હી પોલીસને મોટી સફળતા
  • પોલીસે ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ કરી
  • આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ
  • મોટા હુમલાની ફિરાકમાં હોવાની આશંકા
  • તેની પર 3 લાખ રુપિયાનું ઇનામ હતું

ISIS : દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ કરી છે. ISIS મોડ્યુલના આતંકીની ઓળખ રિઝવાન અલી તરીકે થઈ છે. NIAએ તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે.

Advertisement

આ પણ વાંચો--- Mumbai : સાંસદનો પીએ બોલું છું..200 પ્લેટ બિરયાની.....

દિલ્હી પોલીસે ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી

દિલ્હી પોલીસે ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી છે. તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીનું નામ રિઝવાન છે અને તે દરિયાગંજમાં રહેતો હતો. આ આતંકીનું નામ NIAના હિટ લિસ્ટમાં પણ હતું.

Advertisement

સ્પેશિયલ સેલે અગાઉ કેટલાક આતંકીઓની ધરપકડ કરી હતી

મળતી માહિતી મુજબ, રિઝવાન ISIS પુણે મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. NIAએ રિઝવાન અને તેના કેટલાક સહયોગીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સ્પેશિયલ સેલે અગાઉ કેટલાક આતંકીઓની ધરપકડ કરી હતી. રિઝવાન ઘણા વર્ષોથી ફરાર હતો. સ્પેશિયલ સેલે તેની જૂની દિલ્હી દરિયાગંજ નજીકથી ધરપકડ કરી છે અને પિસ્તોલ સહિત કેટલાક હથિયારો પણ કબજે કર્યા છે.

રિઝવાને દિલ્હીના કેટલાક VIP વિસ્તારોની રેકી કરી હતી

મળતી માહિતી મુજબ, રિઝવાને દિલ્હીના કેટલાક VIP વિસ્તારોની રેકી કરી હતી. આશંકા છે કે તે 15 ઓગસ્ટ પહેલા કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ પહેલા તેની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

Advertisement

આતંકવાદી રિઝવાન ફરાર હતો

ઓક્ટોબર 2023માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS પુણે મોડ્યુલ આતંકવાદી શાહનવાઝની સાથે મોહમ્મદ અરશદ વારસી અને રિઝવાન નામના શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ મોડ્યુલનો અન્ય એક શંકાસ્પદ આતંકવાદી રિઝવાન ફરાર હતો. જેના પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. એ જ રિઝવાનની હવે ધરપકડ કરવામાં આવી છે. NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ નાસી છૂટ્યા હતા.

પુણે ISIS મોડ્યુલમાં મહત્વની ભૂમિકા બદલ 3 લાખ રૂપિયાનું ઈનામ હતું

દિલ્હીમાં આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ISISના આતંકીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ધરપકડ કરી છે. ISIS આતંકી રિઝવાન અબ્દુલ NIAની યાદીમાં મોસ્ટ વોન્ટેડ હતો. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે જોડાયેલી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ રિઝવાન પર 3 લાખ રૂપિયાનું ઇનામ હતું. સત્તાવાળાઓએ રિઝવાન પર પુણે ISIS મોડ્યુલમાં મહત્વની ભૂમિકા બદલ 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું, જેની વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો-----PM MODI એ બદલ્યું સોશિયલ મીડિયાનું ડીપી...

આ પણ વાંચો--- ગ્રેટર નોઈડામાં ભરબપોરે સરાજાહેર નિવૃત્ત ગૃહ મંત્રાલયના અધિકારીનું કરાયું મર્ડર

આ પણ વાંચો--- 5 રૂપિયાના કુરકુરે માટે હત્યા ! જીગરી મિત્રની છરીના ઘા મારીને હત્યા

Tags :
Advertisement

.