Wimbledon 2023 Winner : સ્પેનના અલ્કારાઝે જોકોવિચને હરાવીને વિમ્બલ્ડન-2023 ખિતાબ જીત્યો
વિમ્બલ્ડન મેન્સ 2023 ની ફાઇનલ મેચ સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાઈ હતી. જેમાં અલ્કારાઝે જોરદાર ફાઇટ આપીને આખરે બીજી વખત ગ્રેન્ડ સ્લેમમાં જીત મેળવી છે. જે સાથે જ અલ્કારાઝ વિમ્બલ્ડન જીતનાર સ્પેનનો ત્રીજો ખેલાડી બન્યો છે.
લંડનમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં વિશ્વના નંબર 1 અલ્કારાઝે બીજા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચને પાંચ સેટની મેચમાં 1-6, 7-6 (6), 6-1, 3-6થી હરાવ્યો હતો. 19 વર્ષના કાર્લોસ અલ્કારાઝની કારકિર્દીમાં આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ પહેલા અલકેરેઝે ગયા વર્ષે નોર્વેના કેસ્પર રુડને હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ નોવાક જોકોવિચનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
નિશ ખેલાડીને માત્ર એક ગેમ જીતવાની તક આપી
મેચનો પ્રથમ સેટ સંપૂર્ણ રીતે જોકોવિચના નામે રહ્યો હતો. તેણે સ્પેનિશ ખેલાડીને માત્ર એક ગેમ જીતવાની તક આપી. ત્યાર પછી અલ્કારાઝે બીજા સેટમાં ફાઇટ બેક આપી હતી અને સેટને ટાઈબ્રેકર સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો. ટાઈબ્રેકરમાં નોવાકની ભૂલોનો ફાયદો ઉઠાવતા અલ્કારાઝે મેચમાં 1-1થી બરાબરી કરી હતી. આ પછી અલ્કારાઝે ત્રીજો સેટ 6-1થી જીતી લીધો હતો. નોવાક પણ હાર માની રહ્યો હતો અને ચોથો સેટ જીતીને તેણે મેચ 2-2ની બરાબરી કરી હતી. પાંચમા સેટની ત્રીજી ગેમમાં અલ્કેરેઝે જોકોવિચની સર્વિસ તોડી હતી જે અંતમાં નિર્ણાયક સાબિત થઈ હતી.
વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો અલ્કારાઝ
વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર અને ટાઇટલ જીતનાર અલ્કારાઝ ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો છે. તેના પહેલા રાફેલ નડાલે 2008 અને 2010માં આ ખિતાબ જીત્યો હતો. એ જ રીતે 1966માં ટાઇટલ કબજે કરનાર મેન્યુઅલ સેન્ટાના ફાઇનલમાં પહોંચ્યો હતો. અલ્કારાઝ (20 વર્ષ 72 દિવસ) 2006ની ફાઇનલમાં નડાલ (20 વર્ષ અને 36 દિવસ) બાદ વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે
આ પણ વાંચો- ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કમાન સંભાળશે, શિખર ધવનને નથી મળ્યું સ્થાન