Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Wayanad landslides: Allu Arjun ઉપરાંત સાઉથના આ સુપરસ્ટાર્સ Wayanad ના લોકો માટે બન્યા દેવદૂત

1000 થી વધુ Wayanad ના નાગરિકો રાહત છાવણીમાં Allu Arjun એ 25 લાખની આર્થિક મદદ કરી રશ્મિકા મંદન્નાએ પણ 10 લાખ રૂપિયાની મદદ કરી Wayanad landslides: કેરળના Wayanad માં ભારે વરસાદ સાથે ભૂસ્ખલન થતા Wayanad ના નાગરિકો કુદરતી કહેરનો...
wayanad landslides  allu arjun ઉપરાંત સાઉથના આ સુપરસ્ટાર્સ wayanad ના લોકો માટે બન્યા દેવદૂત
  • 1000 થી વધુ Wayanad ના નાગરિકો રાહત છાવણીમાં

  • Allu Arjun એ 25 લાખની આર્થિક મદદ કરી

  • રશ્મિકા મંદન્નાએ પણ 10 લાખ રૂપિયાની મદદ કરી

Wayanad landslides: કેરળના Wayanad માં ભારે વરસાદ સાથે ભૂસ્ખલન થતા Wayanad ના નાગરિકો કુદરતી કહેરનો સામનો કરી રહ્યા છે. ત્યારે આત્યાર સુધીમાં 200 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત હાલમાં પણ બચાવકર્મીઓ 200 થી વધુ પરિવારના લોકોના લાપતા પરિવારજનોની શોધખોળ કરી રહ્યા છે. સાથે 1000 થી વધુ Wayanad ના નાગરિકો રાહત છાવણીમાં પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. જોકે હાલમાં, Wayanad ના ભૂતર્પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી દ્વારા Wayanad ની મુલાકાત લેવામાં આવી હતી.

Advertisement

Allu Arjun એ 25 લાખની આર્થિક મદદ કરી

ત્યારે સાંસદ રાહુલ ગાંધીએ Wayanad ના નાગરિકોને તમામ મદદ પૂરી પાડવાનો વાયદો આપ્યો છે. અને કહ્યું છે કે, આ સમય મારા માટે રાજકારણ કરવાનો નથી, પરંતુ આ સમય મારા માટે Wayanad ના નાગરિકો સુરક્ષિત રાખવાનો છે. જોકે Wayanad પર ફરી વળેલા વિપદાના વાદળોની વચ્ચે રાહુલ ગાંધી ઉપરાંત અનેક વ્યક્તિઓ મદદ માટે સૂરજ સ્વરૂપે સામે આવી રહ્યા છે. તાજેતરમાં Wayanad ની મદદ માટે સાઉથના સુપરસ્ટાર Allu Arjun એ નાગરિકોનો 25 લાખની આર્થિક મદદ કરી છે. Allu Arjun એ આ મદદની માહિતી તેમના સત્તાવાર એકાઉન્ટ પર જાહેર કરી છે.

Advertisement

આ પણ વાંચો: આ જાણીતી Actress એ પતિ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, લગાવ્યા ગંભીર આરોપ

રશ્મિકા મંદન્નાએ પણ 10 લાખ રૂપિયાની મદદ કરી છે

તે ઉપરાંત દક્ષિણ ઉદ્યોગના ઘણા સ્ટાર્સ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. અગાઉ મેગાસ્ટાર મોહનલાલે પણ ભૂસ્ખલન પ્રભાવિત Wayanad ની મુલાકાત લીધી હતી. બીજી તરફ અભિનેતા મામૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને રૂ. 35 લાખની મદદ કરી છે. ફહાદ ફસીલ અને નઝરિયા નાઝીમે રૂ. 25 લાખ અને સૂર્યા અને તેમની પત્ની જ્યોતિકાએ રૂ. 35 લાખની મદદ કરી છે. અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ 10 લાખ રૂપિયાની મદદ કરી છે. હાલમાં પણ ભારતીય સેના, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગ સહિતની બચાવ ટીમ કેરળના Wayanad માં ધરાશાયી થયેલી ઈમારતોમાં ફસાયેલા લોકોને શોધવા માટે કઠોર સ્થિતિમાં કામ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: ફિલ્મ આપવાના બહાને હોટેલમાં બોલાવી અને કહ્યું - 'બિકની પહેરીને..

Tags :
Advertisement

.