રિલીઝ થતાં જ Pushpa 2 એ તોડ્યા આ 10 રેકોર્ડસ....
- સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' રિલીઝ
- ફિલ્મે પહેલા જ દિવસે એક-બે નહીં પરંતુ 10 મોટા રેકોર્ડ તોડી નાખ્યા
- પુષ્પા 2 એ અત્યાર સુધીમાં 175 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
- ઓસ્કાર વિજેતા RRRનો રેકોર્ડ તૂટી ગયો
Pushpa 2 : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' (Pushpa 2) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પુષ્પાની એન્ટ્રી સાથે હિન્દી સિનેમાના ઘણા જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. આ ફિલ્મ ભારતની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે અને તેનો જાદુ આજે પણ જોવા મળી રહ્યો છે. સૅક્નિલ્કના રિપોર્ટ અનુસાર, પુષ્પા 2 એ અત્યાર સુધીમાં 175 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ફિલ્મે પહેલા જ દિવસે એક-બે નહીં પરંતુ 10 મોટા રેકોર્ડ તોડી નાખ્યા
રસપ્રદ વાત એ છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સાઉથ અને નોર્થ બંને જગ્યાએ પસંદ કરવામાં આવી રહી છે. એટલા માટે આ ફિલ્મે પહેલા જ દિવસે એક-બે નહીં પરંતુ 10 મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ઓસ્કાર વિજેતા RRRનો રેકોર્ડ તૂટી ગયો
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણી એટલી સારી રહી છે કે તેણે ભારતમાં તમામ ભાષાઓમાં પ્રથમ દિવસે 175 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRનો રેકોર્ડ તોડી નાખ્યો છે. RRRનું કલેક્શન 156 કરોડ હતું.
View this post on Instagram
હિન્દી ફિલ્મને પણ હરાવી
અલ્લુ અર્જુનની પુષ્પા 2 એ પણ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને માત આપી છે. અહેવાલો અનુસાર, જવાને પહેલા દિવસે 65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે પુષ્પા 2 એ હિન્દી ભાષામાં પહેલા દિવસે લગભગ 67 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ રીતે પુષ્પા 2 હિન્દી ભાષામાં સૌથી મોટી ઓપનર બની છે.
પ્રીમિયર સાથે સૌથી મોટી શરૂઆત
નિર્માતાઓએ પુષ્પા 2 ની રિલીઝ પહેલા પ્રીમિયરનું આયોજન કર્યું હતું. જો તે આંકડાઓ પણ ઉમેરવામાં આવે તો પુષ્પા 2 200 કરોડની કમાણી સાથે ભારતની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો----Pushpa 2 :Allu Arjun ને મળવા આવેલા ચાહકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ,1 મહિલાનું મોત
વિશ્વભરમાં કમાણીમાં પણ પુષ્પા આગળ
પુષ્પા 2 એ RRR નો રેકોર્ડ તોડ્યો છે પરંતુ આ રેકોર્ડ ફક્ત ભારતમાં જ તૂટ્યો નથી. આ ફિલ્મે વિશ્વવ્યાપી રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે RRRનું ગ્રોસ કલેક્શન 223 કરોડ રૂપિયા હતું, ત્યારે પુષ્પા 2નું કલેક્શન લગભગ 250 કરોડ રૂપિયા નોંધાયું છે.
અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ફિલ્મ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પોતાના કરિયરમાં ઘણી મોટી ફિલ્મો કરી છે પરંતુ પુષ્પા 2 તેની કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે.
View this post on Instagram
રશ્મિકા મંદાના માટે મોટી તક
અલ્લુ અર્જુનની જેમ પુષ્પા 2 પણ રશ્મિકા મંદન્નાની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા તેની જોરદાર હિટ ફિલ્મ 'એનિમલ' હતી.
આ વર્ષની સૌથી મોટી ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 આ વર્ષની 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક રહી છે. ડિસેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. પુષ્પા 2 એ આ વર્ષે રિલીઝ થયેલ પ્રભાસની કલ્કી AD 2898 નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે અને આ વર્ષની સૌથી મોટી ઓપનર બની છે.
View this post on Instagram
હિન્દી અને દક્ષિણ બંનેમાં ચમકી
પુષ્પા 2 એ સમગ્ર ભારતની ફિલ્મ છે. તેની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ જોવા મળી છે.
પ્રી-સેલ રેકોર્ડ પણ જબરદસ્ત છે
પુષ્પા 2 એ તેની રિલીઝ પહેલા જ પ્રી-સેલ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 30 લાખથી વધુ ટિકિટ વેચી હતી.
સાઉથની સૌથી મોટી ફિલ્મ
આ સિવાય અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી અને સૌથી વધુ કમાણી કરનાર સાઉથ ફિલ્મ બની ગઈ છે.
આ પણ વાંચો---Pushpa 2 એ એડવાન્સ બુકિંગમાં કરી આટલા કરોડની કમાણી,જાણી ચોંકીજશો