19 વર્ષની વયે 90 દેશની મજા માણી, યુવતીએ Top 6 દેશની યાદી કરી શેર
- 19 વર્ષની ઉંમર સુધીમાં તે 90 દેશોની યાત્રા કરી ચૂકી
- ઇન્સ્ટાગ્રામ પર તેના 6 મનપસંદ દેશની યાદી શેર કરી
- Video ને લાખોથી વધુ વખત જોવામાં આવ્યો
Sophia Lee Traveller Viral Video : Social Media ના જમાનામાં Traveling નો શોખ એટલો વધી ગયો છે કે લોકો બસ પોતાની બેગ ઉપાડીને ટ્રિપ પર નીકળે છે. ઘણા લોકો ફક્ત ફોટા લેવા અને કોન્ટેન્ટ બનાવવા માટે મુસાફરી કરે છે, જ્યારે અન્ય લોકો અનુભવ મેળવવા માટે મુસાફરી કરે છે. ત્યારે આવી જ એક યુવતી સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહી છે. આ યુવતીએ 19 વર્ષની વયે 90 દેશની યાત્રા કરી હતી.
19 વર્ષની ઉંમર સુધીમાં તે 90 દેશોની યાત્રા કરી ચૂકી
આ યુવતીનું નામ Sophia Lee છે. તો હાલમા, Sophia Lee ની ઉંમર 21 વર્ષ છે. Sophia Lee એ America ના California ની શહેરની રહેવાસી છે. માત્ર 21 વર્ષની ઉંમરે આ મહિલાએ 197 દેશનો પ્રવાસ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. Sophia Lee ની સફર બાળપણથી શરૂ થઈ હતી, જ્યારે તેના માતા-પિતા એક ટ્રાવેલ એજન્સી ચલાવતા હતા અને તેને વિવિધ દેશોમાં મોકલતા હતા.
આ પણ વાંચો: Bhavnagar : આ વાઇરલ Video જોઈને તમે પણ માથું ખંજવાળશો!
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર તેના 6 મનપસંદ દેશની યાદી શેર કરી
તો તાજેતરમાં Sophia Lee એ ઇન્સ્ટાગ્રામ પર તેના 6 મનપસંદ દેશની યાદી શેર કરી છે. જોકે, એક Video માં તેણે ખુલાસો કર્યો હતો કે 19 વર્ષની ઉંમર સુધીમાં તે 90 દેશોની યાત્રા કરી ચૂકી છે. તેણે નવેમ્બરમાં આ Video પોસ્ટ કર્યો હતો. Video માં Sophia Lee એ તે 6 દેશની યાદી શેર કરી છે જે તેના મનપસંદ છે.
Video ને લાખોથી વધુ વખત જોવામાં આવ્યો
View this post on Instagram
Sophia Lee એ પોતાના Video માં પોતાના મનપસંદ દેશોની યાદી શેર કરી છે, જેમાં તેણે છઠ્ઠા નંબરે તાંઝાનિયાનું નામ રાખ્યું છે.જ્યારે પાંચમા નંબરે ફ્રાન્સ, ચોથા નંબરે કોસ્ટા રિકા, ત્રીજા નંબરે જ્યોર્જિયા, બીજા નંબરે થાઈલેન્ડ અને નંબર વન પર ભારત રાખ્યું છે . આ વાયરલ Video અત્યાર સુધીમાં લાખોથી વધુ વખત જોવામાં આવ્યો છે. 7 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે.
આ પણ વાંચો: India બન્યું છાણ માટે સોનાની ખાણ, વિદેશમાં કરોડમાં ઉઠી માગ