ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા 'ભારત માતા કી જય' અને મોદી-મોદીના નારા

આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વિશ્વભરમાં યોગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ...
05:54 PM Jun 21, 2023 IST | Hardik Shah

આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વિશ્વભરમાં યોગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વર્ષ 2015થી શરૂ થઈ હતી. 21 જૂન 2015ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા મોદી મોદીના નારા

જણાવી દઇએ કે, આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 180 દેશોના પ્રતિનિધિઓ યોગ કરશે. જણાવી દઇએ કે, ન્યૂયોર્કમાં એક ભારતીય પ્રવાસી ઈન્દુ જયસ્વાલે કહ્યું, 'અમને સન્માનિત અનુભવ કરી રહ્યા છીએ કે વડાપ્રધાન મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. અમે વિશ્વને એક સંદેશ આપી રહ્યા છીએ કે યોગનું મહત્વ કેટલું છે. આ એક મહાન પ્રસંગ છે જેણે તમામ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. PM મોદીની આગેવાની હેઠળના યોગ કાર્યક્રમ પહેલા ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર ભારતીય પ્રવાસીઓ 'ભારત માતા કી જય' અને મોદી-મોદીના નારા લગાવતા જોવા મળ્યા છે.

UN હેડક્વાર્ટરની બહાર ભારે ભીડ

9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર ભારે ભીડ એકઠી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગની વૈશ્વિક ઉજવણીનું નેતૃત્વ કરશે. UN હેડક્વાર્ટરની બહાર ભારતીય પ્રવાસીઓ એકત્ર થયા હતા, વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે આતુર હતા. આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. PM મોદીના નેતૃત્વમાં 180 દેશોના પ્રતિનિધિઓ યોગ કરશે.

આ પણ વાંચો - PM VISIT USA : રાજ્યની મુલાકાતમાં જાણો USA કેમ રાખે છે આટલી કાળજી ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
International Yoga DayInternational Yoga Day 2023pm modi us visitpm modi visit to usaPM Modi visit USA
Next Article