Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SL vs BAN : શ્રીલંકાએ લો સ્કોરિંગ મેચમાં 5 વિકેટે મેળવી જીત

Asia Cup 2023 ની બીજી મેચ આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સાથે રમાયેલી લો સ્કોરિંગ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 165 રનનો લક્ષ્યાંક આપ્યો...
10:02 PM Aug 31, 2023 IST | Hardik Shah

Asia Cup 2023 ની બીજી મેચ આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સાથે રમાયેલી લો સ્કોરિંગ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. નાના લક્ષ્યનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમે સંપૂર્ણ ધીરજ બતાવી ગોકળગાયની ગતિએ લક્ષ્ય હાંસલ કર્યું અને 5 વિકેટે જીત મેળવી લીધી. શ્રીલંકા માટે, પ્રથમ મહિષ તિક્ષ્ણાએ બોલિંગમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં, સદીરા સમરવિક્રમા અને ચરિત અસલંકાએ અડધી સદીની ઇનિંગ્સ રમીને તેમની ટીમને જીત અપાવી.

શ્રીલંકાએ એશિયા કપ 2023ની બીજી અને તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટના અંતરથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી છે. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુવા ફાસ્ટ બોલર મતિષા પથિરાના અને મહિષ તિક્ષ્ણાએ શાનદાર બોલિંગ કરીને પોતાનો નિર્ણય ખોટો સાબિત કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી. આવી સ્થિતિમાં જીત માટે 165 રનનો ટાર્ગેટ 39 ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

શ્રીલંકા અને બાંગ્લાદેશે ગુરુવારે એશિયા કપ 2023માં પોતપોતાના અભિયાનની શરૂઆત કરી હતી. BAN vs SL મેચમાં ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેની ટીમ આ નિર્ણયને સાચો સાબિત કરી શકી નહી. બીજી જ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન તૌજીદ હસન ખાતું ખોલ્યા વિના શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી મોહમ્મદ નઈમ 16ના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન શાકિબ અલ હસન 5, તોહીદ હ્રિદોય 20, મુશફિકુર રહીમ 13, મેહદી હસન મિર્ઝા 5, મેહદી હસન 6, તસ્કીન અહેમદ 0, શોર્ટફુલ ઇસ્લામ 2 અને મુસ્તફિઝુર રહેમાન 0 રને આઉટ થયા હતા. એક છેડેથી બાંગ્લાદેશની વિકેટો પડતી રહી, પરંતુ બીજા છેડે નઝમુલ હુસૈન સાન્ટો ક્રિઝ પર રહ્યો અને તેણે 122 બોલમાં 89 રનની ઈનિંગ રમી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ રીતે બાંગ્લાદેશની આખી ટીમ 42.4 ઓવરમાં 164/10ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

શ્રીલંકન ટીમની જીતમાં સદીરા સમરવિક્રમા અને ચરિત અસલંકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સાદિરાએ 77 બોલનો સામનો કર્યો અને 54 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ચરિત અસલંકાએ 92 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. જોકે, શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે માત્ર 43 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં, એવું લાગી રહ્યું હતું કે લક્ષ્ય હાંસલ કરવામાં શ્રીલંકાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ ચોથી વિકેટની ભાગીદારીએ બાંગ્લાદેશ પાસેથી મેચ છીનવી લીધી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - Asia Cup : પાકિસ્તાને ટૂર્નામેન્ટની પહેલી મેચથી કરી ધમાકેદાર શરૂઆત, નેપાળને 238 રને હરાવ્યું

આ પણ વાંચો - World Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ થશે અગ્નિપરીક્ષા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Asia Cupasia cup 2023BAN Vs SLSL vs BANSri Lanka wonSriLanka vs BangladeshSriLanka won
Next Article