ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT ટીમનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો,ઓરેવા કંપની દુર્ઘટના માટે જવાબદાર

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમ દ્વારા પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે સરકારે SITનું ગઠન કર્યું હતું. SITની ટીમ દ્વારા 5 હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તે પહેલા પણ આંતરિક...
01:47 PM Oct 10, 2023 IST | Maitri makwana

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમ દ્વારા પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે સરકારે SITનું ગઠન કર્યું હતું. SITની ટીમ દ્વારા 5 હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તે પહેલા પણ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા સામે આવ્યા હતા.

SITની ટીમે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે સરકાર દ્વારા SITનું ગઠન કરવામાં આવ્યું હતું. SITની ટીમે 5 હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો.આ પહેલા આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થયા હતા.આ SITના રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું SIT રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે અને આ દુર્ઘટના માટે MD, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના તમામ લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ટેકનીકલ અને ઓપરેશનલ ખામીઓ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું

બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી ન હતી,આ ઉપરાંત જ્યારે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેના પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો નહી.સાથે જ ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ નહોતું કર્યું અને ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નહતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર પ્રકારની ટેકનીકલ અને ઓપરેશનલ ખામીઓ હતી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો - મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાનો કેસ,આરોપી જયસુખ પટેલનાં જેલ બહાર આવવાના હવાતિયાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratmorbiMorbi BridgeMorbi Bridge Tragedyorewa company
Next Article