Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે સિદ્ધારમૈયા : સૂત્ર

કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ઘણી ચર્ચા વિચારણાઓ શરૂ થઇ હતી. જેનો હવે અંત આવ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ રેસમાં પહેલાથી જ સૌથી...
12:15 PM May 17, 2023 IST | Hardik Shah

કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ઘણી ચર્ચા વિચારણાઓ શરૂ થઇ હતી. જેનો હવે અંત આવ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ રેસમાં પહેલાથી જ સૌથી આગળ હતા અને હવે પાર્ટીએ તેમના નામ પર મોહર મુકી છે. તેમણે સોમવારે મોડી રાત સુધી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બંધ બારણે બેઠકો કરી હતી. જ્યારે ડીકે શિવકુમાર પણ પોતાનો દાવો રજૂ કરવા આવ્યા હતા.

સિદ્ધારમૈયા રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે ?

કર્ણાટકમાં છેલ્લા ત્રણ દિવસથી મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી શંકાની સ્થિતિ હવે સમાપ્ત થઈ ગઈ છે. સિદ્ધારમૈયા રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. અનેક રાઉન્ડની બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદની રેસમાં હતા. મળતી માહિતી અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર જીત નોંધાવી છે. કોંગ્રેસે 135 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો મળી હતી.

કર્ણાટક રાજભવનમાં સંપૂર્ણ તૈયારી

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુમાં છે. તેમણે તમામ સ્ટાફની રજાઓ રદ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી વતી સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા પહેલા રાજભવને તેની વતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રીના નામની જાહેરાતને લઈને કોંગ્રેસમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા. સોમવાર અને મંગળવારે પણ બેઠકોનો દૌર ચાલુ રહ્યો હતો. આજે રાહુલ ગાંધી મંગળવારે પણ અચાનક ખડગેના ઘરે પહોંચ્યા હતા. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર પણ મંગળવારે દિલ્હી આવ્યા હતા. આ પહેલા સોમવારે તેઓ સ્વાસ્થ્યના કારણોસર દિલ્હી આવ્યા ન હોતા. જ્યારે સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચી ગયા હતા અને મંગળવારે પણ દિલ્હીમાં રહ્યા હતા. દરમિયાન, એક મોટું અપડેટ આવ્યું જ્યારે ડીકે શિવકુમારે કહ્યું કે અમે અમારું કામ કરી લીધું છે. પાર્ટી જે પણ નિર્ણય લે, અમે તેમની સાથે છીએ… અમે કોઈને છેતરી શકતા નથી. તેમણે મુખ્યમંત્રીની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

આ પણ વાંચો - કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર, જાણો શું કર્યું એલાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CongressDK ShivakumarKarnataka CMKarnataka Election ResultsSiddaramaiah
Next Article