Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની નકલ કરવી શ્યામ રંગીલાને પડી ભારે, થશે કાર્યવાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરીને પ્રખ્યાત થયેલા કલાકાર શ્યામ રંગીલા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજસ્થાનમાં વન વિભાગે નોટિસ જારી કરીને રંગીલાને સમન્સ પાઠવ્યું છે. હવે તેમની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે. શ્યામ રંગીલાએ હાલમાં...
pm મોદીની નકલ કરવી શ્યામ રંગીલાને પડી ભારે  થશે કાર્યવાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરીને પ્રખ્યાત થયેલા કલાકાર શ્યામ રંગીલા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજસ્થાનમાં વન વિભાગે નોટિસ જારી કરીને રંગીલાને સમન્સ પાઠવ્યું છે. હવે તેમની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે. શ્યામ રંગીલાએ હાલમાં જ જયપુરના ઝાલાના જંગલમાં જઈને નીલગાયને ખાવાનું ખવડાવ્યું હતું અને તેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.

Advertisement

આર્ટિસ્ટ હાથેથી ખાવાનું ખવડાવતા ફસાયો
જયપુરના વન અધિકારીએ જણાવ્યું કે, 13 એપ્રિલના રોજ શ્યામ રંગીલાએ ઝાલાના લેપર્ડ રિઝર્વનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં શ્યામ પોતાની કારમાંથી નીચે ઉતરીને જંગલી પ્રાણી નીલગાયને હાથ વડે ખોરાક ખવડાવતો જોવા મળ્યો હતો. જ્યારે વન્ય પ્રાણીઓને ખોરાક આપવો એ ફોરેસ્ટ એક્ટ 1953 અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

વન્ય પ્રાણીઓને હાથેથી ખોરાક ખવડાવવાથી તેમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તે સિવાય તેમનું મોત પણ થઈ શેક છે. વન્ય પ્રાણીઓને ખોરાક ન ખવડાવવાને લઈને ચેતાવણી પણ આપવામાં આવે છે અને ઝાલાના જંગલમાં ઠેર ઠેર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે.

Advertisement

શ્યામ રંગીલા પીએમ મોદીના ગેટઅપમાં જોવા મળ્યો
મહત્વનું છે કે શ્યામ રંગીલા પીએમ મોદીની નકલ કરવાને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તમને જણાવી દઈ કે, હાલમાં જ ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદી કર્ણાટકના મુદુમલાઇ અને બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે અનોખા ગેટઅપમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.

પીએમ મોદીની જેમ જ મિમિક્રી આર્ટિસ્ટ અને કોમેડિયન શ્યામ રંગીલા પણ જયપુરના ઝાલાના જંગલ પહોંચ્યો હતો. જે ગેટઅપમાં પ્રધાનમંત્રીનો ફોટો વાયરલ થયો હતો તેવા જ ગેટઅપમાં રંગીલાએ પણ ફોટોશૂટ કરાવ્યું હતું. જેના ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ વીડિયોમાં તે  નીલગાયને ખાવાનું ખવડાવતો જોવા મળે છે. તે બાબતે વિવાદ ઊભો થયો છે.

Advertisement

શ્યામ રંગીલા પર થશે કાર્યવાહી
ફોરેસ્ટ અધિકારીના જણાવ્યા મુજબ, શ્યામ રંગીલાએ આ કૃત્ય દ્વારા માત્ર વન્યજીવ અપરાધ કર્યો નથી, પરંતુ તેણે વીડિયો શૂટ પ્રસારિત કરીને અન્ય લોકોને પણ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેર્યો છે. આવી સ્થિતિમાં તપાસ બાદ આગોતરા કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

આ માટે શ્યામ રંગીલાએ સોમવારે પ્રાદેશિક વન અધિકારી જયપુરની ઓફિસમાં હાજર થવું પડશે. જો શ્યામ રંગીલા સમયસર હાજર નહીં થાય તો તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - આનંદો! CAPF ની પરીક્ષા ગુજરાતી સહિત 13 ભાષામાં આપી શકાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.