Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું થયું નિધન, રાજપરિવારમાં શોકની લાગણી

Shivbhadrasinhji: ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું આજે નિધન થયું છે. ભાવનગરના મહારાજ કુંવર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે નિધન થયું છે. જેને લઈને રાજપરિવારમાં શોકની લાગણી છવાઈ છે. મળતી જાણકારી પ્રમાણે ભાવ વિલાસ ખાતે નશ્વરદેહના અંતિમ દર્શન કરવામાં આવશે. નોંધનીય...
મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું થયું નિધન  રાજપરિવારમાં શોકની લાગણી

Shivbhadrasinhji: ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું આજે નિધન થયું છે. ભાવનગરના મહારાજ કુંવર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે નિધન થયું છે. જેને લઈને રાજપરિવારમાં શોકની લાગણી છવાઈ છે. મળતી જાણકારી પ્રમાણે ભાવ વિલાસ ખાતે નશ્વરદેહના અંતિમ દર્શન કરવામાં આવશે. નોંધનીય છે કે, મહારાજ શિવભદ્રસિંહજીના નિધનથી ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણી છવાઈ છે. સૌ કોઈ જાણે છે કે, પર્યાવરણ પ્રેમી તરીકે શિવભદ્રસિંહે સેવાઓ કરી હતી. આ સાથે તેઓ ગુજરાત ભાજપના સૌ પ્રથમ ઉપપ્રમુખ રહ્યાં હતા અને સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.

Advertisement

ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણીઓ છવાઈ

તમને જણાવી દઇએ કે, શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. જેમને મહારાજ કુંવર તરીકે ઓળખવામાં આવતા હતા. આજે બપોરે 01 થી 05 ની વચ્ચે તેમના પાર્થિવ શરીરને બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવશે. નોંધનીય છે કે,શિવભદ્રસિંહજીના નિધનથી અત્યારે ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ સાથે રાજપરિવારમાં પણ શોકની લાગણીઓ છવાઈ છે.

Advertisement

શિવભદ્રસિંહજી ગુજરાતના ખુબ જ જાણીતા પ્રકૃતિવિદ્ હતા

નોંધનીય છે કે, મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી (Shivbhadrasinhji) ગોહીલ એ ગુજરાતના ખુબ જ જાણીતા પ્રકૃતિવિદ્ હતા. આ સાથે સાથે તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના બીજા નંબરના પુત્ર હતા. તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં 23 ડિસેમ્બર, 1933 ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે 1975માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી.

Advertisement

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: GUJARAT: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત

Tags :
Advertisement

.