Maharashtra Elections : ટિકીટ ના મળતા નેતાજીએ ખાવા પીવાનું છોડી દીધુ
- શિવસેનાએ પાલઘર વિધાનસભા બેઠક પરથી નવો ઉમેદવાર ઉતાર્યો
- ટિકીટ ના મળતા વર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વનગા ડિપ્રેશનમાં જતા રહ્યા
- પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો
- બે દિવસથી ભોજન અને પાણી પીવાનું છોડી દીધું
- શ્રીનિવાસ વનગાએ 12 કલાકથી ઘર છોડી દીધુ
Maharashtra Elections : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Elections) માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. હજુ પણ ઘણી બેઠકો પર અરાજકતા છે. અમુક પક્ષના નેતા બળવાખોર બનીને લડવા તૈયાર છે તો અમુક જગ્યાએ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે યોગ્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. દરમિયાન, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ પાલઘર વિધાનસભા બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો તો વર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વનગા ડિપ્રેશનમાં જતા રહ્યા છે. એકનાથ શિંદે સેનાએ તેમને ટિકિટ આપી નથી. આનાથી તે ખૂબ જ દુઃખી છે અને સમાચાર આવી રહ્યા છે કે તે 12 કલાકથી ગુમ છે. તેમણે સોમવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો અને ત્યારથી તેમના વિશે કોઈ માહિતી નથી.
તેમણે બે દિવસથી ભોજન અને પાણી પીવાનું છોડી દીધું
તેમના પરિવારજનોનું કહેવું છે કે તે એટલા દુઃખી છે કે તેમણે બે દિવસથી ભોજન અને પાણી પીવાનું છોડી દીધું છે. તેમણે કહ્યું કે મેં એકનાથ શિંદે અને પાર્ટીને સમર્થન આપ્યું અને બદલામાં મને આ ઈનામ મળ્યું છે. પરિવારજનોનું કહેવું છે કે તેમના મનમાં આત્મહત્યાના વિચારો પણ આવતા હતા. એટલું જ નહીં પરિવારના સભ્યોનું કહેવું છે કે ગત રાતથી તેમને પણ ધારાસભ્યના ઠેકાણા વિશે કોઈ માહિતી નથી. દરમિયાન, એક મરાઠી ચેનલ અનુસાર, એકનાથ શિંદેએ શ્રીનિવાસ વનગાની પત્નીને ફોન કરીને તેમને મનાવવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો----ભાજપના Shaina NC ને આ પક્ષે ટિકીટ આપતાં લોકો આશ્ચર્યમાં.....
મુખ્યમંત્રીએ અમને વચન આપ્યું હતું
તેના પર સુમન વનગાએ કહ્યું કે તે મારી વાત પણ સાંભળતા નથી અને ઘરેથી ચાલ્યા ગયા છે. શ્રીનિવાસની પત્નીએ કહ્યું કે મુખ્યમંત્રીએ અમને વચન આપ્યું છે કે તેમને વિધાનસભા ચૂંટણીમાં તક નહીં આપવાના બદલામાં તેમને વિધાન પરિષદમાં મોકલવામાં આવશે.
મેં એકનાથ શિંદે સાથે પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું
હાલમાં શ્રીનિવાસ વનગાના ફોન સ્વીચ ઓફ છે. પરિવારજનોનું કહેવું છે કે તે સાંજે 8 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા અને તેમના વિશે કોઈ માહિતી નથી. આ પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું હતું કે મેં એકનાથ શિંદે સાથે પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું, પણ મને આ પરિણામ મળ્યું.
આ પણ વાંચો---Swati Maliwal એ પોતાના જ પક્ષના સીએમ આતિશીને આપી ખુલ્લી ચેતવણી