Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

न भूतो न भविष्यति આવી ઈવેન્ટ ન ક્યારેય યોજાઈ છે, ન યોજાશે, જોવાનું ચુકતા નહી

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં યોજાવા જઈ રહી न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First)...
न भूतो न भविष्यति આવી ઈવેન્ટ ન ક્યારેય યોજાઈ છે  ન યોજાશે  જોવાનું ચુકતા નહી

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં યોજાવા જઈ રહી न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police), BSF, CRF, CISF ના જવાનોની કામગીરીને બિરદાવવા SBI દ્વારા સશૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓ એક મંચ પર જોવા મળશે. આવતીકાલે 9મી ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે.

Advertisement

તૈયારીઓ તેજ

ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાત પોલીસની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલા શૉ શોર્યનો રંગ ખાખીને ખુબ ઓછા સમયમાં લોકોનો અપાર પ્રેમ મળ્યો ત્યારે ગુજરાત ફર્સ્ટ અને OTT India દ્વારા રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને જવાનોને એક મંચ પર લાવી સમ્માનવાના કાર્યક્રમ શૌર્યનો રંગ ખાખીને લઈને તડામાડ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં આ કાર્યક્રમના હોર્ડિંગ્સ લગાવાયા છે અને આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

ક્યારે અને ક્યાં છે કાર્યક્રમ?

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવતીકાલ બુધવાર તા. 9 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

કોણ રહેશે ઉપસ્થિત?

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (HM Harsh Sanghavi) તથા અન્યા આગેવાનો, પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો, BSF, CRF, CISF, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો તથા ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.

આયોજનનો હેતુ?

મા ભોમની રક્ષા કાજે પોતાના જીવનની પરવા કર્યાં વિવના દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ગુજરાત પોલીસ, BSF, CRF, CISF, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનોને સમ્માનવામાં આવશે.

Advertisement

શું છે કાર્યક્રમ

શૌર્યના રંગ ખાખી એવોર્ડ (Shaurya no Rang Khakhi Award) સમારોહમાં ‘ખાખી’ એવોર્ડના સૌથી મોટા મલ્ટીમીડિયા શો. કાશ્મીર-2023 નયા સવેરા (Kashmir-2023 Naya Savera) (Kashmir Naya Savera) વેબસિરીઝ, વીડિયો બુક લોન્ચ કરાશે તેમજ કાર્યક્રમમાં ગાયક કૈલાશ ખેર (Kailash Kher) લાઇવ શૉમાં દેશભક્તિના સૂરો રેલાવશે. સમગ્ર કાર્યક્રમ ગુજરાત ફર્સ્ટ પર લાઇવ નિહાળી શકશો. તેમજ આ કાર્યક્રમમાં બોલીવુડ અભિનેતા મનોજ જોષી પણ ઉપસ્થિત રહેવાના છે.

સ્પોન્સર્સ

શૌર્યના રંગ ખાખી કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર છે દેશની શ્રેષ્ઠ બેન્ક SBI તથા ઈવેન્ટ પાર્ટનર છે કૌશિક આઉટડૉર (Kaushik outdoors) અને કૌશિક ડીજીબઝ (Kaushik Djibuzz).

આ પણ વાંચો : શૌર્યનો રંગ ખાખી : આ અદ્ભૂત કાર્યક્રમમાં જોડાશે ફિલ્મ અભિનેતા મનોજ જોશી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.