Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માનિત થશે દેશના જવાનો, ઐતિહાસિક ક્ષણ જોવાનું ચૂકતા નહી

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થશે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા BSF, CRF, CISF અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને...
10:34 AM Aug 09, 2023 IST | Viral Joshi

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થશે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા BSF, CRF, CISF અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને સમ્માનવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ શૌર્યનો રંગ ખાખી આજે સાંજે 6 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના ગણ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર છે દેશની શ્રેષ્ઠ બેન્ક SBI તથા ઈવેન્ટ પાર્ટનર છે કૌશિક આઉટડૉર (Kaushik outdoors) અને કૌશિક ડીજીબઝ (Kaushik Djibuzz).

આ પણ વાંચો : શૌર્યનો રંગ ખાખી : ગુજરાત પોલીસની સેવાને બિરદાવવા અપાશે ‘ખાખી’ એવોર્ડ..!

ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકશો Live

શૌર્યના રંગ ખાખી એવોર્ડ (Shaurya no Rang Khakhi Award) સમારોહમાં ‘ખાખી’ એવોર્ડના સૌથી મોટા મલ્ટીમીડિયા શો. કાશ્મીર-2023 નયા સવેરા (Kashmir-2023 Naya Savera) (Kashmir Naya Savera) વેબસિરીઝ, વીડિયો બુક લોન્ચ કરાશે. સમગ્ર કાર્યક્રમ ગુજરાત ફર્સ્ટ પર લાઇવ નિહાળી શકશો. તેમજ આ કાર્યક્રમમાં બોલીવુડ અભિનેતા મનોજ જોષી પણ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો : શૌર્યનો રંગ ખાખી : આ અદ્ભૂત કાર્યક્રમમાં જોડાશે ફિલ્મ અભિનેતા મનોજ જોશી

કૈલાસ ખેરનું પરફોર્મન્સ

ગાંધનગર મહાત્મા મંદિર ખાતે સાંજે 6 કલાકે કાર્યક્રમ શરૂ થશે. ગુજરાત ફર્સ્ટ અને OTT India ની ટીમ દ્વારા મહેમાનું સ્વાગત કરવામાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 6.15 થી બોલીવુડના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કૈલાસ ખેરના કૈલાસ બેન્ડનું પરફર્મન્સ શરૂ થશે. કૈલાસ બેન્ડ દેશના જવાનોની શૌર્યગાથાને સૂરોથી બિરદાવવાશે.

આ પણ વાંચો : ‘શોર્યનો રંગ ખાખી’ ચાલો આ ઐતિહાસિક ઇવેન્ટમાં આપવામાં આવનારા એવોર્ડસ પર એક નજર કરીએ

Kashmir Naya Savera નું લોન્ચિંગ

સાંજે 7.30 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. જે પછી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાશ્મીર સિરિઝ (Kashmir-2023 Naya Savera) (Kashmir Naya Savera) નું લોન્ચિંગ થશે તથા 20 Years Excellence Film નું લોન્ચિંગ થશે.

આ પણ જુઓ : શું છે ‘KASHMIR NAYA SAVERA’ બુકની ખાસિયતો? જુઓ આ VIDEO

જવાનોનું સમ્માન

જે પછી મુખ્યમંત્રીશ્રી અને ગૃહરાજ્યમંત્રીશ્રીના હસ્તે જવાનોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સ્માન કરવામાં આવશે તેમજ ફરજ દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે બાદ અનુક્રમે રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાય, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ સંબોધન કરશે અને અંતમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ શ્રી વિવેકભાઈ ભટ્ટ આભારવિધિ કરશે.

આ પણ વાંચો : न भूतो न भविष्यति આવી ઈવેન્ટ ન ક્યારેય યોજાઈ છે, ન યોજાશે, જોવાનું ચુકતા નહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GandhinagarGujarat FirstKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraMahatma MandirOTT IndiaShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article