Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ મંદિર પર Shatrughan Sinha નો બફાટ, કહ્યું - શરૂઆતમાં મોટા લોકોને આમંત્રણ આપ્યું અને હવે...

રાહુલ ગાંધીના આજે જય શ્રી રામના નારા પર વિવાદિત નિવેદન બાદ હવે TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) એ પણ પોતાના શબ્દોથી ઝેર ઓક્યું છે. જીહા, બોલિવૂડના અભિનેતા અને TMC સાંસદ શત્રિઘ્ન સિન્હાએ રામ મંદિર (Ram Mandir) પર વિવાદિત નિવેદન...
રામ મંદિર પર shatrughan sinha નો બફાટ  કહ્યું   શરૂઆતમાં મોટા લોકોને આમંત્રણ આપ્યું અને હવે

રાહુલ ગાંધીના આજે જય શ્રી રામના નારા પર વિવાદિત નિવેદન બાદ હવે TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) એ પણ પોતાના શબ્દોથી ઝેર ઓક્યું છે. જીહા, બોલિવૂડના અભિનેતા અને TMC સાંસદ શત્રિઘ્ન સિન્હાએ રામ મંદિર (Ram Mandir) પર વિવાદિત નિવેદન (Controversial Statement) આપ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર (Ram Mandir) ને લઈને એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો. આમ છતાં અહીં માત્ર 5-10 હજાર લોકો જ પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

Advertisement

બિહારીબાબુનું વિવાદિત નિવેદન

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશની જનતા ખુશીથી પોતાના આરાધ્યને નમન કરી રહી હતી. 500 વર્ષો બાદ રામ લલ્લા પોતાના ઘરે વાપસી કરી છે. ત્યારે આ સારા અવસરને યાદ કરતા આનંદની લાગણી અનુભવતા લોકોને શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) એ એક વિવાદિત નિવેદન આપી મોટો ઝટકો આપ્યો છે. શત્રુઘ્ન સિંહા આસનસોલમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ને લઈને આટલો બધો પ્રચાર થયો હતો. પહેલા દિવસે અહીં 5 લાખ લોકો પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટા કોર્પોરેટ ગૃહોના લોકોને બોલાવવામાં આવ્યા હતા. કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય લોકોને બોલાવ્યા નહોતા. શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) એ વધુમાં કહ્યું કે, આટલા મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બીજા અને ત્રીજા દિવસે માત્ર 3 લાખ લોકો જ ત્યાં પહોંચ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યા પહોંચનારા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. અગાઉ લાખ-બે લાખ આવતા હતા પરંતુ આજે સ્થિતિ વધુ વિકટ બની છે. આજે માત્ર પાંચ, દસ, પંદર હજાર લોકો જ રામ મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે.

Advertisement

રાહુલ ગાંધીએ કરી PM પર નિશાનો સાધતા શ્રી રામ પર આપ્યું વિવાદિત નિવેદન

ઉલ્લેખનીય છે કે રામ મંદિરને લઈને વિપક્ષ દ્વારા સતત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. વિપક્ષે પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આજે રાહુલ ગાંધીએ પણ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન શ્રી રામના નારા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે તમે તમારો મોબાઈલ જુઓ, જય શ્રી રામ બોલો અને ભૂખે મરો.’ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતિવાદ અને ધર્મવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને લોકોને એકબીજામાં લડવા માટે ઉશ્કેરે છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેમણે આવવાનો ઇનકાર કરી દીધો.

આ પણ વાંચો - Rahul gandhi: રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન, કહ્યું – PM ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ’

Advertisement

આ પણ વાંચો - Yogi Cabinet: યોગી સરકારના મંત્રી મંડળની સંખ્યા વધી, ઓમ પ્રકાશ રાજભર સહિત 4 મંત્રીઓ જોડાયા

આ પણ વાંચો - Bomb Blast Threat : ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’, શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ

Tags :
Advertisement

.