Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market:IT ઓટો શેરોએ બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી મોટો ઘટાડો

ભારતીય શેરબજારમાં મોટા ઘટાડા સાથે બંધ સેન્સેક્સ માં 319 પોઈન્ટનો કડાકો 5 શેર જ તેજી સાથે બંધ થયા હતા Share Market: રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર (Share Market)બુધવારે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી...
share market it ઓટો શેરોએ બગાડ્યો બજારનો મૂડ  સેન્સેક્સ નિફ્ટી મોટો ઘટાડો
  • ભારતીય શેરબજારમાં મોટા ઘટાડા સાથે બંધ
  • સેન્સેક્સ માં 319 પોઈન્ટનો કડાકો
  • 5 શેર જ તેજી સાથે બંધ થયા હતા

Share Market: રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર (Share Market)બુધવારે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી અને ઓટો શેરમાં ઘટાડાને કારણે બજારમાં આ વેચવાલી થઈ છે. આજના સેશનમાં મિડકેપ શેર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ(SENSEX) 319 પોઈન્ટ ઘટીને 81,501 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(NIfty) 86 પોઈન્ટના ઘટાડા સાથે 24,971 પોઈન્ટ પર બંધ થયો હતો.

Advertisement

વધતા અને ઘટતા શેર

સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેર જ તેજી સાથે બંધ થયા હતા. 25 શેર ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 16 વધ્યા અને 34 નુકસાન સાથે બંધ થયા. BSE પર કુલ 4068 શેરોનું ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 2023 શેરો લાભ સાથે અને 1940 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 105 શેરના સંદર્ભમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વધતા શેરોમાં HDFC લાઇફ 1.79 ટકા, ડૉ. રેડ્ડી 1.34 ટકા, ગ્રાસિમ 1.05 ટકા, HDFC બેન્ક 0.97 ટકા, બજાજ ઑટો 0.88 ટકા, ભારતી એરટેલ 0.86 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.76 ટકા, ઇન્ફોસિસ 2.05 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.39 ટકા, અદાણી પોર્ટ્સ 1.21 ટકા, ટાટા મોટર્સ 1.19 ટકા, ITC 1.11 ટકા, ટાઇટન 1.06 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

આ પણ  વાંચો -દેશના લાખો કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની આ ખાસ ભેટ

Advertisement

જાણો કયા સેક્ટરમાં શું છે સ્થિતિ

આજના ટ્રેડિંગમાં જે સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યો છે તેમાં એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રા, રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. જ્યારે આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો.

આ પણ  વાંચો -આ રાજ્યની મહિલાઓની દિવાળી સુધરી! તહેવાર પહેલા સરકારથી મળશે મોટી ભેટ!

Advertisement

રોકાણકારોને 80000 કરોડનો આંચકો લાગ્યો છે

માર્કેટમાં ઘટાડાને કારણે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.06 લાખ કરોડ પર બંધ થયું હતું જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 463.86 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 80000 કરોડનો ઘટાડો થયો છે.

Tags :
Advertisement

.