Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET: શેરબજારમાં શાનદાર તેજી,સેન્સેક્સ1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHARE MARKET)આજે કારોબારના છેલ્લા દિવસે એટલે કે, 26 જુલાઈએ શુક્રવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું.સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો...
share market  શેરબજારમાં શાનદાર તેજી સેન્સેક્સ1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHARE MARKET)આજે કારોબારના છેલ્લા દિવસે એટલે કે, 26 જુલાઈએ શુક્રવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું.સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 80,158.50 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તે 1,347.36 પોઈન્ટના ઉછાળા સાથે 81,387.16 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 24,423.35 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને અંતે 443 પોઈન્ટ વધીને 24,849.60 પોઈન્ટ પર બંધ થયો હતો. જો ઉછાળાની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં એરટેલના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વોડા આઈડિયાના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો હતો.

Advertisement

ગઈકાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું

આ અગાઉ એટલે કે, ગઈકાલે ગુરુવારે 25મી જુલાઈએ શેરબજારમાં ઘટાડો અને ફરી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ દિવસના નીચલા સ્તતરથી 562 અંક રિકવર થઈ 109 પોઈન્ટના ઘટાડા સાથે 80,039ના સ્તરે બંધ થયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 196 અંકની રિકવરી જોવા મળી હતી. આ સાત અંકના ઘટાડા સાથે 24,406ના સ્તરે બંધ થયું હતું. સેન્સેક્સના 30 પૈકી 16 શેરમાં ઘટાડો રહ્યો હતો જ્યારે 14માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેર્સમાંથી 25માં ઘટાડો જ્યારે 25માં તેજી રહી હતી.

આ 10 શેરોમાં તેજી

આ ઉપરાંત, લાર્જકેપમાં, એપોલો હોસ્પિટલ્સમાં 4 ટકાથી વધુ, અદાણી પોર્ટ્સમાં 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. વિપ્રોના શેરમાં 3.64 ટકાનો અદભૂત વધારો નોંધાયો હતો. જ્યારે Paytmના શેરમાં 10 ટકાની ઉપરની સર્કિટ લાગી છે, ત્યારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના શેરમાં 9 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બસ મેન્યુફેક્ચરિંગ કંપની અશોકા લેલેન્ડના શેરમાં પણ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે બજેટના દિવસે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો થયા બાદ MGLના શેરમાં 5.31 ટકાનો વધારો થયો હતો. જે બાદ બુધવાર અને ગુરુવારે બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને રોકાણકારો અમીર બન્યા હતા.

Advertisement

આ પણ  વાંચો  -Gold and Silver Rate: સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

આ પણ  વાંચો  -SHARE MARKET:શેરબજાર લાલ નિશાનમાં બંધ,આ શેરમાં ઉછાળો

Advertisement

આ પણ  વાંચો  -SHARE MARKET:શેરબજારમાં રેડ ઝોનમાં બંધ, સેન્સેક્સ 280 પોઈન્ટ તૂટ્યો

Tags :
Advertisement

.