Paytm ના શેરમાં ઘટાડો યથાવત, આજે પણ કંપનીના શેર 10 ટકા ઘટ્યા
Paytm: ભારતીય રિજર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંકને બેન કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ કંપનીના શેર લગાતાર ઘટી રહ્યા છે. છેલ્લા 2 કારોબારી સત્રમાં પેટીએમના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ કંપનીના શેર 10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આરબીઆઈ દ્વારા તેના પર ઘણા બધા પ્રતિબંધ લગાવી દીધા છે. તેનાથી ગ્રાહકોને કોઈ નુકસાન નથી થવાનું પરંતુ Paytm પેમેન્ટ્સ બેંકને ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.
આજે 10 ટકાનો ઘટડો નોંધાયો
ભારતીય રિજર્વ બેંક દ્વારા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ દેવા વાળી કંપની Paytm પર 31 જાન્યુઆરીએ લેવાયેલા નિર્ણય બાદ કંપનીને શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 3 કારોબારી દિવસોમાં જ આ કંપનીના 50 ટકા શેર તૂટી ગયા છે. જેમાં આજે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
RBI એ પેટીએમ પર કરી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, પેટીએમે રિજર્વ બેંકના નિયમોનું પાલન કર્યું નહોતું જેથી તેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તેના પર નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્રીય બેંક દ્વારા 1 માર્ચથી નવી ડિપોઝીટ અને ટોપઅપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ સાથે વોલેટ, Fastags અને મોબિલિટી કાર્ડ ટોપઅપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આનાથી ગ્રાહકો પર કોઈ અસર થવાની નથી. અત્યારે જે ગ્રાહકો છે તે આ સેવાઓ યથાવત રાખી શકશે.
કેવાયસી વગર હજારો ખાતાઓ કઈ રીતે ખુલી ગયા?
ઉલ્લેખનીય છે કે, પેટીએમમાં કેવાયસી વિનાના ખાતાઓમાંથી કરોડો રૂપિયાની લેનદેન કરવામાં આવી છે, જેના કારણે પૈસાની અવૈધ હેરફેર થયાની આશંકા પેદા થઈ હતી. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 1000 થી પણ વધારે યૂજર્સના ખાતા માત્ર એક જ પાન નંબર સાથે જોડાયેલા છે. આટલું જ નહીં, જ્યારે આરબીઆઈ અને ઓડિટરે બેંકના કમ્પ્લાયન્સ રિપોર્ટની તપાસ કરી તો તે પણ ખોટો જણાયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ ચિંતિત છે કે કેટલાક ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે.