Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

share market Crash: શેરબજાર ખૂલતાની સાથે કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો

બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો શેરબજાર ખૂલતાની સાથે 700 થી વધુનો કડાકો નિફ્ટીએ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ   share market Crash : એક દિવસ અગાઉ નવો ઈતિહાસ રચ્યા બાદ શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો...
10:15 AM Aug 02, 2024 IST | Hiren Dave
  1. બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો
  2. શેરબજાર ખૂલતાની સાથે 700 થી વધુનો કડાકો
  3. નિફ્ટીએ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ

 

share market Crash : એક દિવસ અગાઉ નવો ઈતિહાસ રચ્યા બાદ શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્પષ્ટ અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 700 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટીએ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

 

બજારમાં મોટા ઘટાડાના પૂર્વ સંકેતો

બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો. હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.26 લાખ રૂપિયા ઘટી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં માર્કેટ ખુલતા જ 4.26 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ  વાંચો-RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી!

બજારમાં મોટા ઘટાડાના પૂર્વ સંકેતો

બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો. હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.26 લાખ રૂપિયા ઘટી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં માર્કેટ ખુલતા જ 4.26 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ  વાંચો-Share market: શેરબજાર ઓલટાઈ હાઈ,સેન્સેક્સ126 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

એક દિવસ પહેલા જ નવો ઈતિહાસ રચાયો

આ પહેલા ગુરુવારે નવા મહિનાના પહેલા દિવસે સ્થાનિક બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો અને 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 126.20 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 81,867.55 પોઈન્ટ પર હતો. ગુરુવારે નિફ્ટીએ ઈતિહાસમાં પ્રથમ વખત 25 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને 25,078.30 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. ટ્રેડિંગના અંતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 59.75 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 25,010.90 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

આ પણ  વાંચો-Bank Holiday: ઓગસ્ટમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જુઓ લિસ્ટ

અમેરિકન બજારના ઉછાળા પર બ્રેક

ગુરુવારે અમેરિકન બજારો લાલ નિશાનમાં હતા. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.21 ટકાના નુકસાનમાં હતો. એ જ રીતે, S&P 500માં 1.37 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 2.30 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારો પણ આજે નુકસાનમાં કારોબાર કરી રહ્યા છે. જાપાનનો નિક્કી લગભગ 5 ટકા નીચે છે જ્યારે ટોપિક્સ 5 ટકાથી વધુના નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.60 ટકા અને કોસ્ડેક 2.56 ટકાના નુકસાનમાં છે. હોંગકોંગના હેંગસેંગમાં પણ શરૂઆતી નુકસાનના સંકેત દેખાઈ રહ્યા છે.

આ પણ  વાંચો-Google Maps માં આવ્યા આ બે અદ્ભુત ફીચર્સ, હવે એક ક્લિકમાં થશે રિપોર્ટ

શરૂઆતી કારોબારમાં મોટા શેરોમાં ઘટાડો

શરૂઆતના વેપારમાં સેન્સેક્સના ત્રણ સિવાયના તમામ મુખ્ય શેરો ખોટમાં હતા. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો ઘટાડો થયો હતો. મારુતિ સુઝુકી અને ટાટા સ્ટીલમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે L&T, JSW સ્ટીલ, ICICI બેંક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI જેવા શેર 1થી 2 ટકા તૂટ્યા હતા. માત્ર હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી અને નેસ્લે ઈન્ડિયાના શેર જ ગ્રીન ઝોનમાં હતા.

 

Tags :
Gujarat FirstNiftyNifty PlungedNosedivespointsSensexShare Market Openingshare-marketSlidesStock Market Crash
Next Article