ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market Crash: શેરબજારમાં ભૂકંપ,સેન્સેક્સ 426 પોઈન્ટ તૂટયો

Stock Market Crash:સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત મોટો ઘટાડો(Share Market Crash)જોવા મળી હતી
04:44 PM Oct 30, 2024 IST | Hiren Dave
Share Market Crash

 

Stock Market Crash:સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત મોટો ઘટાડો(Share Market Crash)જોવા મળી હતી. આજે, સેન્સેક્સ(sensex) 80,237.85 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન તે 79,821.99 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈથી 80,435.61 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈ પર ગયો હતો. એ જ રીતે, 24,371.45 પોઈન્ટ પર ખૂલ્યા બાદ, નિફ્ટી 50(nifty50) પણ ઈન્ટ્રા-ડે 24,307.30 પોઈન્ટની નીચી સપાટીથી 24,498.20 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો.

 

સેન્સેક્સ 426.85 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

આજે શેરબજારમાં જોરદાર (Share Market Crash)રિકવરી જોવા મળી હતી જે લાલ નિશાનમાં ખુલી હતી પરંતુ અંતે ફરી એકવાર વેચવાલીનો દબદબો રહેતા બજાર ખોટમાં આવ્યું હતું અને મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું હતું. બુધવારે BSE સેન્સેક્સ (sensex)426.85 પોઈન્ટના ઘટાડા સાથે 79,942.18 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી (nifty50)50 પણ 126.00 પોઈન્ટના ઘટાડા સાથે 24,340.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આ પણ  વાંચો -Petrol-Diesel Price : નવા વર્ષ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે..! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો સંકેત

અડધાથી વધુ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ

ટ્રેડિંગના અંતે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 11 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 19 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50માંથી 19 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 31 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા હતા.

આ પણ  વાંચો -RBI નાં સોનાનાં ભંડારમાં આટલા ટનનો થયો બમ્પર વધારો

આ શેર્સમાં સૌથી વધુ એક્શન જોવા મળ્યા

સેન્સેક્સ કંપનીઓમાં મારુતિ સુઝુકીના શેર આજે સૌથી વધુ 1.92 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે ઇન્ફોસિસના શેર સૌથી વધુ 2.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.81 ટકા, અદાણી પોર્ટ્સ 1.69 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.77 ટકા, ITC 0.72 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ICICI બેન્કના શેર 1.52 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.32 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.28 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.23 ટકા, HCL ટેક 1.20 ટકા, એક્સિસ બેન્ક 1.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

Tags :
BSENiftyNifty 50NSESensexshare market closingshare-marketStock Market
Next Article