Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market Closing: શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ, આ શેર નિરાશા જનક રહ્યા

ભારતીય શેરબજાર સામન્ય ઉછાળા સાથે બંધ સેન્સેક્સમાં 90 પોઈન્ટનો ઉછાળો 29 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ Share Market Closing:ભારતીય શેરબજાર(Share Market )માં સામાન્ય ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ (sensex)90.88 પોઈન્ટના ઉછાળા સાથે 83,079.66 પોઈન્ટ અને નિફ્ટી 50...
share market closing  શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ  આ શેર નિરાશા જનક રહ્યા
  • ભારતીય શેરબજાર સામન્ય ઉછાળા સાથે બંધ
  • સેન્સેક્સમાં 90 પોઈન્ટનો ઉછાળો
  • 29 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ

Share Market Closing:ભારતીય શેરબજાર(Share Market )માં સામાન્ય ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ (sensex)90.88 પોઈન્ટના ઉછાળા સાથે 83,079.66 પોઈન્ટ અને નિફ્ટી 50 34.80 પોઈન્ટના વધારા સાથે 25,418.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સની 30માંથી 14 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 16 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તેવી જ રીતે નિફ્ટી (nifty)50ની 50 કંપનીઓમાંથી 21 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 29 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

Advertisement

આ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા  મળ્યો

સેન્સેક્સ કંપનીઓમાં ભારતી એરટેલના શેર સૌથી વધુ 1.62 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય NTPC 1.24 ટકાના વધારા સાથે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.05 ટકાના વધારા સાથે બંધ થયા છે. કોટક મહિન્દ્રા બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેકના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.

Advertisement

આ પણ  વાંચો -Nirmala sitharaman:18 સપ્ટેમ્બરે શરૂ થશે NPS-વાત્સલ્ય યોજના ,નાણામંત્રી કરશે પ્રારંભ

આ કંપનીઓના શેર નિરાશા  જનક  રહ્યા

બીજી તરફ ટાટા મોટર્સનો શેર મહત્તમ 1.39 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સ, આઈટીસી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, ટીસીએસ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, નેસ્લે ઈન્ડિયા અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો થયો હતો. આજે કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

ભારતીય શેરબજારમાં મંગળવારે ફ્લેટ ઓપનિંગ રહી હતી

તમને જણાવી દઈએ કે સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત થઈ હતી. આજે સેન્સેક્સ 83,084.63 અને નિફ્ટી 50 25,416.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે BSE સેન્સેક્સ 97.84 પોઈન્ટના ઉછાળા સાથે 82,988.78 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગઈકાલે એનએસઈનો નિફ્ટી 50 પણ 27.25 પોઈન્ટના વધારા સાથે 25,383.75 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Tags :
Advertisement

.