ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market: શેરબજાર ખૂલતા જ તેજી,સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું સેન્સેક્સ 195.57 પોઈન્ટના વધારા નિફ્ટી 50 પણ 59.20 પોઈન્ટનો ઉછાળો Share Market:સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજાર(Share Market)ગ્રીન ઝોનમાં ખુલ્યું. BSE સેન્સેક્સ 195.57 પોઈન્ટના વધારા સાથે 81,576.93 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 59.20...
09:49 AM Oct 14, 2024 IST | Hiren Dave

Share Market:સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજાર(Share Market)ગ્રીન ઝોનમાં ખુલ્યું. BSE સેન્સેક્સ 195.57 પોઈન્ટના વધારા સાથે 81,576.93 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 59.20 પોઈન્ટના વધારા સાથે 25,023.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા હતા. શુક્રવારે BSE સેન્સેક્સ 230.05 પોઈન્ટ ઘટીને 81,381.36 પોઈન્ટ અને નિફ્ટી 34.20 પોઈન્ટ ઘટીને 24,964.25 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

10 કંપનીના શેર નુકસાન

આજે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે નિફ્ટી 50 માંથી 39 કંપનીઓના શેર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 10 કંપનીના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 1 કંપનીના શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ પણ  વાંચો -Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 100 થી વધુ મુસાફરો હતા સવાર...

આ કંપનીઓના શેર મોટા ફાયદા સાથે ખૂલ્યો

સેન્સેક્સ કંપનીઓમાં JSW સ્ટીલે આજે સૌથી વધુ 1.93 ટકાના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રોએ 1.51 ટકા, ટાટા સ્ટીલ 1.43 ટકા, ઇન્ફોસિસ 0.84 ટકા, ટેક મહિન્દ્રા 0.82 ટકા, એચડીએફસી બેન્ક 0.78 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.61 ટકાના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

આ પણ  વાંચો -ભારતના માનવરૂપી હીરા માટે 11 હજાર અમેરિકન હીરાથી બનાવી તસવીર

આ શેર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા

બીજી તરફ, આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર મહત્તમ 0.51 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.28 ટકા, ભારતી એરટેલ 0.23 ટકા, સન ફાર્મા 0.16 ટકા, પાવરગ્રીડ 0.15 ટકા, એક્સિસ બેન્ક 0.14 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.14 ટકા, બજાજ ફાઇનાન્સ 0.10 ટકા, બજાજ ફિનસર્વ 0.09 ટકા અને ટાઇટન 0.09 ટકા ઘટ્યા હતા.

 

Tags :
10 stocks195-pointsBSEbse stock marketNiftyNifty 50NSESensexshare-marketStock Market
Next Article