ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market: શેરબજાર ખૂલતા જ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Share Market: શેરબજારમાં (Share Market)સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બુધવારે, સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ (Sensex)તેના પાછલા બંધની તુલનામાં 295 પોઈન્ટના વધારા સાથે 79771 ના સ્તર પર ખુલ્યો.
10:05 AM Nov 06, 2024 IST | Hiren Dave

Share Market: શેરબજારમાં (Share Market)સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બુધવારે, સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ (Sensex)તેના પાછલા બંધની તુલનામાં 295 પોઈન્ટના વધારા સાથે 79771 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ 24308.75 ના સ્તર પર મજબૂત ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને કારણે વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.

વૈશ્વિક બજારમાં બજાર ઝડપથી ઉછળ્યું

સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. BSE સેન્સેક્સ મંગળવારના 79,476.63ના બંધ સ્તરથી 295 પોઈન્ટ વધીને 79,771.82 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 24,213.30 ના સ્તરની સરખામણીમાં લીડ લઈને 24,308.75 ના સ્તરે ખુલ્યો હતો. બજારમાં આ ઉછાળાની અસર પ્રી-ઓપનિંગ સેશનમાં પણ જોવા મળી હતી. સવારે 9.15 વાગ્યે શેરબજાર ખુલ્યું ત્યારે બીએસઈના 30માંથી 22 લાર્જકેપ શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. ત્યાં 8 શેર હતા જે લાલ નિશાન પર શરૂ થયા હતા.

આ પણ  વાંચો -Reliance Jio IPO: પૈસા તૈયાર રાખો...મુકેશ અંબાણી લાવી રહ્યા છે સૌથી મોટો IPO?

ટ્રમ્પને લીડ મળવાને કારણે માર્કેટમાં  ઉછાળો

અમેરિકામાં કોઈપણ હિલચાલની અસર ભારતીય બજાર પર પણ દેખાઈ રહી છે, પછી તે ચૂંટણીની વાત હોય કે US Fed ના નિર્ણયો. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો પણ બજાર પર અસર કરી શકે છે. વૈશ્વિક દલાલો પહેલાથી જ આગાહી કરી રહ્યા હતા કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામો જીતશે તો ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. ચૂંટણીના પરિણામોમાં પણ આવા જ કેટલાક સંકેતો જોવા મળી રહ્યા છે. Donald Trump આપેલી લીડના કારણે શેરબજારે પણ જોરદાર શરૂઆત કરી છે.

નોંધનીય છે કે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ એમ્કી ગ્લોબલે યુએસ ચૂંટણીને લઈને જાહેર કરેલા તેના અહેવાલમાં અનુમાન લગાવ્યું છે કે જો ટ્રમ્પ આ ચૂંટણી જીતે છે તો થોડા દિવસો સુધી ભારતીય બજારમાં તેજી જોવા મળી શકે છે.

આ પણ  વાંચો -RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર

આ શેર્સમાં તોફાની વધારો

Share Market માં ઉછાળાની વચ્ચે HCL ટેક શેર (2.24%), Infy શેર (2.03%), સનફાર્મા શેર (1.62%), બજાજ ફિનસર્વ (1.28%) લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

Tags :
#StockMarketUpdate#USAElection20242024 us presidential electionDonald Trumphdfc bank shareicici bank shareJD VanceKamala HarrisNiftyPresidential Election 2024SBISensexShareSHARE MARKET LIVEStock MarketStock Market Live UpdateStockmarketTata Steel Sharetim walzUS Electionus election 2024 resultus election 2024 result dateus election date 2024us election pollsUS MarketsUS President Election 2024US presidential electionUS Presidential Election 2024 LiveUSElectionResultsvice presidentwhen is us election 2024
Next Article