Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market: શેરબજાર ખૂલતાની સાથે તેજી,સેન્સેક્સમાં 972 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારની શરૂઆત ધડાકા સાથે થઈ સેન્સેક્સમાં 972.33 પોઈન્ટનો વધારો NSEનો નિફ્ટી 296.85 પોઈન્ટ વધ્યો Share Market:ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત ધડાકા સાથે થઈ છે. બજાર ખુલતા પહેલા જ GIFT નિફ્ટી 192 પોઈન્ટના વધારા સાથે 24320 પર ટ્રેડ કરી રહ્યો...
share market  શેરબજાર ખૂલતાની સાથે તેજી સેન્સેક્સમાં 972 પોઈન્ટનો ઉછાળો
Advertisement
  1. ભારતીય શેરબજારની શરૂઆત ધડાકા સાથે થઈ
  2. સેન્સેક્સમાં 972.33 પોઈન્ટનો વધારો
  3. NSEનો નિફ્ટી 296.85 પોઈન્ટ વધ્યો

Share Market:ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત ધડાકા સાથે થઈ છે. બજાર ખુલતા પહેલા જ GIFT નિફ્ટી 192 પોઈન્ટના વધારા સાથે 24320 પર ટ્રેડ કરી રહ્યો હતો અને 0.80 ટકાના ઉછાળા સાથે જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી લગભગ 466 પોઈન્ટ વધીને 50215ની ઉપર પહોંચી ગઈ છે અને નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો છે. આજે રિયલ્ટી ઇન્ડેક્સની ચમક ઘણી વધી ગઈ છે કારણ કે LTCGના નિર્ણયમાં સુધારા અને બજેટના ઇન્ડેક્સેશનના સમાચારે રિયલ એસ્ટેટ શેર્સમાં વધારો કર્યો છે.

Advertisement

આજે બજાર કેવી રીતે ખુલ્યું?

આજે BSE સેન્સેક્સ 972.33 પોઈન્ટ અથવા 1.24 ટકાના વધારા સાથે 79,565.40 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી 296.85 પોઈન્ટ અથવા 1.24 ટકાના વધારા સાથે 24,289.40 પર ખુલ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Property Capital Gains: ઘર ખરીદનારા પર સરકાર મહેરબાન! બજેટના નિયમથી લોકો નાખુશ

BSEના 30 શેર લીલા નિશાન પર ખૂલ્યા

મંગળવારના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શરૂઆતના કારોબારમાં શાનદાર ઉછાળા પછી, શેરબજારમાં અચાનક ફરીથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ખરાબ રીતે ઘટ્યા બાદ સેન્સેક્સ 166.33 પોઈન્ટ ઘટીને 78,593 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 23,992ના સ્તરે બંધ થયો હતો. બુધવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં BSEના તમામ 30 શેર મજબૂત ઉછાળા સાથે લીલા નિશાન પર ખુલ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાથી લઈને ટાટા સ્ટીલ સુધીના શેરો ઉડતા જોવા મળ્યા હતા.

આ પણ  વાંચો -Share market:તેજી બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 136 પોઈન્ટ તૂટયો

ભારતીય રૂપિયો આજે 8 પૈસા મજબૂત થઈને ખુલ્યો

આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 8 પૈસા મજબૂત થયો હતો. આઈટી ઈન્ડેક્સમાં ઉછાળા પાછળ ડોલરમાં ઉછાળો જવાબદાર છે પરંતુ તેમ છતાં ઈન્ફોસિસે આજે 2.56 ટકાના ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.

આ પણ  વાંચો -Bangladesh સંકટથી આ કંપનીઓના શેર્સ પર ખતરો....

આ 10 શેર રોકેટ બન્યા

શેરબજારમાં ઘટાડા વચ્ચે બુધવારે સૌથી વધુ ઉછાળો જોવાયો હતો તેવા 10 શેરોમાં M&M શેર 2.23%, Infy 2.19%, HCL Tech 2% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટના શેરમાં 1.55% અને ટાટા સ્ટીલમાં 1.50%નો વધારો જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

Trending News

.

×