Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share market: શેરબજાર ઓલટાઈ હાઈ,સેન્સેક્સ126 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજારમાં ઓલટાઈ હાઈ સેન્સેક્સમાં 126 પોઈન્ટ ઉછાળા સાથે બંધ નિફ્ટી પ્રથમ વખત 25 હજાર પાર Share market: ભારતીય શેરબજાર (Share market)આજે એટલે કે, 01 ઓગસ્ટ ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 300 પોઈન્ટ વધીને ખુલ્યું...
share market  શેરબજાર ઓલટાઈ હાઈ સેન્સેક્સ126 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
  1. ભારતીય શેરબજારમાં ઓલટાઈ હાઈ
  2. સેન્સેક્સમાં 126 પોઈન્ટ ઉછાળા સાથે બંધ
  3. નિફ્ટી પ્રથમ વખત 25 હજાર પાર

Share market: ભારતીય શેરબજાર (Share market)આજે એટલે કે, 01 ઓગસ્ટ ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 300 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. નિફ્ટી પ્રથમ વખત 25 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્સે પણ 82,000નો આંકડો પાર કરીને 82,129.49ની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. બજારમાં આ ઉછાળાની ક્રેડિટ ઊર્જા ક્ષેત્રના શેરોને જાય છે. કોલ ઈન્ડિયા, ઓએનજીસી પાવર ગ્રીડ જેવી સરકારી કંપનીઓના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.

Advertisement

સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

આજના કારોબારના અંતે નિફ્ટી 640 પોઈન્ટના ઉછાળા સાથે 25 હજારની સપાટી વટાવીને 25,011 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 81,867 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આ અદ્ભુત રેકોર્ડ પ્રી-ઓપનમાં બન્યો હતો

BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો અને 81,950 પોઈન્ટની નજીક પહોંચ્યો હતો. તે જ સમયે, NSEનો નિફ્ટી 50 પ્રી-ઓપન સેશનમાં લગભગ 80 પોઈન્ટના વધારા સાથે 25 હજાર પોઈન્ટને વટાવીને 25,030 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. બજાર ખુલ્યું તે પહેલાં, ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ 70 પોઈન્ટના પ્રીમિયમ સાથે 25,100 પોઈન્ટની નજીક હતું. બજારના પ્રારંભિક સંકેતો આજે સારા કારોબારની આશા વધારી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Share market:નિફ્ટીએ રચ્યો ઈતિહાસ...પહેલીવાર 25000 ને પાર,આ 10 શેરો બન્યા રોકેટ

ગઈકાલે બુધવારે બજારમાં તેજી રહી

આ અગાઉ ગઈકાલે બુધવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 285 પોઈન્ટના વધારા સાથે 81,741ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 93 અંકતની તેજી જોવા મળી હતી. આ 24,951ના સ્તરે બંધ થયું હતું.

Advertisement

આ પણ  વાંચો-FASTag Rules: આજથી નિયમોમાં ફેરબદલ કરાયો, ટોલ પર આ ભૂલ ભારે પડશે

Tags :
Advertisement

.