Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market crash:ઈરાન અને ઈઝરાયેલના તણાવ વચ્ચે શેરબજારમાં રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

ઈરાન અને ઈઝરાયેલ તણાવ અસર શેરબજારમાં રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સેન્સેક્સ 1.03 ટકાનો ઘટડો જોવામળ્યો Share Market crash: ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ(Iran-Israel War) હુમલો, ઈઝરાયેલના મોટા વળતા હુમલાનો ડર કે સેબીના નવા નિયમો.. આજે બજાર ઘટવાનું કારણ શું...
share market crash ઈરાન અને ઈઝરાયેલના તણાવ વચ્ચે શેરબજારમાં રોકાણકારોના 6  લાખ કરોડ સ્વાહા
  • ઈરાન અને ઈઝરાયેલ તણાવ અસર
  • શેરબજારમાં રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
  • સેન્સેક્સ 1.03 ટકાનો ઘટડો જોવામળ્યો

Share Market crash: ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ(Iran-Israel War) હુમલો, ઈઝરાયેલના મોટા વળતા હુમલાનો ડર કે સેબીના નવા નિયમો.. આજે બજાર ઘટવાનું કારણ શું છે? આ સમયે ભારતીય શેરબજારના કરોડો રોકાણકારોના મનમાં આ પ્રશ્ન છે. બજાર (Share Market crash)આજે ભારે ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ 1264 પોઈન્ટ ઘટીને 83,002.09 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં બંને મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સવારે 10:35 વાગ્યે સેન્સેક્સ 1.03 ટકા અથવા 869 પોઈન્ટ ઘટીને 83,396 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 1.03 ટકા અથવા 265 પોઈન્ટ ઘટીને 25,531 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે બજારમાં રોકાણકારોના લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચાલો જાણીએ માર્કેટમાં આ અરાજકતા પાછળનું કારણ શું છે.

Advertisement

શેરબજારમાં છ લાખ કરોડ સ્વાહા

બજાર ટૂંક સમયમાં સુધરવાના સંકેતો દેખાતું હોવા છતાં, શરૂઆતના ઘટાડાથી રોકાણકારોના લગભગ રૂપિયા 6 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારની સરખામણીમાં રૂપિયા 5.63 લાખ કરોડ ઘટી હતી અને ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રૂપિયા 4.69 લાખ કરોડ પર આવી ગયું હતું.

આ પણ  વાંચો -Stock Market Crash: ઈરાન અને ઈઝરાયલના તણાવ વચ્ચે માર્કેટમાં વિસ્ફોટ

Advertisement

સેબીએ F&O નિયમો કડક બનાવ્યા

બજાર નિયમનકાર સેબી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટના નિયમોને કડક બનાવવાના તાજેતરના નિર્ણય પર આજે બજારમાં પ્રતિક્રિયા જોવા મળી છે. મળતી માહિતી અનુસાર,આ નિયમોમાં સાપ્તાહિક એક્સપાયરી પ્રતિ એક્સચેન્જ એક સુધી મર્યાદિત કરવાનો અને કોન્ટ્રાક્ટનું કદ વધારવાનો સમાવેશ થાય છે. આના કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ  વાંચો -Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર,જાણો નવો ભાવ

Advertisement

આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થિતિ

મંગળવારે ઈરાન દ્વારા ઈઝરાયલ પરના ભીષણ હુમલા બાદ વિશ્વભરના બજારોમાં અરાજકતાનો ભય જોવા હતો. જો કે, જ્યારે બીજી ઑક્ટોબરે આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રેડિંગ થયું ત્યારે બજાર પર તેની અસર નહિવત હતી. એશિયાના મુખ્ય બજાર જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં 2% સુધીનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, અમેરિકાના એસએન્ડપી 500 ઈન્ડેક્સમાં 0.79 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શેરબજારમાં રિકવરીની પ્રક્રિયા પણ ડાઉ જોન્સમાં 39.55 પોઈન્ટના વધારાના રૂપમાં જોવા મળી રહી છે. આઈટી કંપનીઓનો મુખ્ય ઈન્ડેક્સ નાસ્ડેક પણ 14 પોઈન્ટના વધારા સાથે ગ્રીન ઝોનમાં આવી ગયો છે. દરમિયાન, ભારતના પાડોશી દેશ ચીનનો સીએસઆઈ 300 ઈન્ડેક્સ 314 પોઇન્ટ મજબૂત થયો છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 249 પોઇન્ટ સુધી ગ્રીન ઝોનમાં રહ્યો છે. માત્ર હોંગકોંગના હેંગ શેંગ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

Tags :
Advertisement

.