છઠ પર્વના ગીતોની જગવિખ્યાત ગાયિકાનું 72 વર્ષ દિલ્હીમાં થયું નિધન
- શારદાએ બાળપણથી જ શાસ્ત્રીય સંગીતમાં ડિગ્રી મેળવી
- તેમણે છઠ પર્વના ગીતો ગાઈને લોકપ્રિયતા મેળવી
- 2006 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા
Sharda Sinha Passed Away : બિહારની પ્રખ્યાત લોક ગાયિકા Sharda Sinha નું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા હતા. 4 નવેમ્બરે તેમની તબિયત અચાનક બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ Sharda Sinha ના પતિ બ્રિજ કિશોર સિન્હાનું પણ નિધન થયું હતું. જે બાદ તે આઘાતમાં હતી. જેના કારણે તેમની તબિયત લથડી હતી.
શારદાએ બાળપણથી જ શાસ્ત્રીય સંગીતમાં ડિગ્રી મેળવી
આ પહેલા તેનો પુત્ર અંશુમને લોક ગાયિકા Sharda Sinha ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ જઈને તેની માતાના સ્વાસ્થ્યની અપડેટ આપી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની હાલત ખરાબ છે અને ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેણે પોતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અને ખોટા સમાચાર ન ફેલાવવાનું કહ્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે તેમનું નિધન થઈ ગયું છે.
આ પણ વાંચો: સિંઘમે રિલીઝના ચોથા દિવસે થિયેટર્સમાંથી મંજૂલિકાનું ભૂત ઉતારી ફેક્યું
Post By Anshuman Sinha
आप सब की प्रार्थना और प्यार हमेशा मां के साथ रहेंगे।
मां को छठी मईया ने अपने पास बुला लिया है । मां अब शारीरिक रूप में हम सब के बीच नहीं रहीं । # pic.twitter.com/dBy9R8K3Mf— Sharda Sinha (@shardasinha) November 5, 2024
તેમણે છઠ પર્વના ગીતો ગાઈને લોકપ્રિયતા મેળવી
Sharda Sinha એ છઠ તહેવાર પર ગાયેલા ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1952 ના રોજ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. સંગીતમય પરિવારમાં જન્મેલી શારદાએ બાળપણથી જ શાસ્ત્રીય સંગીતમાં ડિગ્રી મેળવી હતી. તેમણે ભોજપુરી અને મૈથિલીમાં ઘણા લોકગીતો ગાયા છે. Sharda Sinha એ 1980 માં ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમણે છઠ પર્વના ગીતો ગાઈને લોકપ્રિયતા મેળવી હતી.
2006 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા
Sharda Sinhaએ બોલિવૂડના કેટલાક પ્રખ્યાત ગીતો ગાયા છે, જેમાં સલમાન ખાનની મૈંને પ્યાર કિયાનું કહે તો સે સજના અને અનુરાગ કશ્યપની ગેંગ્સ ઑફ વાસેપુર 2 માં તાર બિજલી સે પતલેનો સમાવેશ થાય છે. તેમણે માધુરી દીક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કૌનમાં બાબુલ ગીત ગાયું છે. Sharda Sinha ને 1992 માં પદ્મશ્રી, 2018 માં પદ્મ વિભૂષણ અને 2006 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Salman khan:'મંદિરમાં માફી માગે'..Salman Khan ને ફરી એકવાર મળી ધમકી