Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉદ્ધવના વિદેશ પ્રવાસ વચ્ચે CM શિંદે સાથે શરદ પવારની 'ગુપ્ત' બેઠક

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે‌)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિદેશના પ્રવાસે છે ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઓચિંતા જ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા પહોંચી જતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર...
08:27 PM Jun 01, 2023 IST | Hiren Dave
મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે‌)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિદેશના પ્રવાસે છે ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઓચિંતા જ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા પહોંચી જતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે પહોંચ્યા હતા.

ખાસ વાત એ છે કે, શરદ પવારે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશમાં છે. આ બેઠકના વિષય વિશે કોઈ માહિતી બહાર આવી નથી. એટલે કે તેને એકદમ ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ આ બેઠકે ફરી એકવાર કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની યુતિ કે મહાવિકાસ અઘાડી તરીકે ઓળખાય છે તેમાં રાજકીય વમળ જરૂરથી સર્જી દીધા છે. જાહેર છે કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવાર ઓચિંતી રાજકીય ધોબી પછાડ આપવા માટે જાણીતા છે.
શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. વાસ્તવમાં મરાઠા મંદિર સંસ્થાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. શરદ પવાર આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવા માટે સીએમ શિંદેને મળ્યા હતાં. આ કાર્યક્રમ 24મી જૂને મુંબઈમાં યોજાવાનો છે. શરદ પવાર મરાઠા મંદિર સંસ્થાના પ્રમુખ છે. 'વર્ષા' એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે.
આપણ  વાંચો -લોરેન્સ-ગોલ્ડીના 10 શૂટર્સ પોલીસ બનીને કિડનેપ કરવા જઈ રહ્યા હતા, જાણો પછી શું થયું…
Tags :
eknath shindeMaharashtra CMMVANCPSharad PawarShiv Sena (U)Uddha Thackeray
Next Article