Shah Rukh Khan ને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ
- શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકીનો મામલો
- પોલીસે ફૈઝાન ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી
- મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી
Shah RukhKhan:બોલિવૂડ (Bollywood)સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shah RukhKhan)ને જાનથી મારી નાખવાની ધમકીનો (threat case)મામલો સામે આવ્યા બાદ ઈન્ડસ્ટ્રી અને ચાહકો ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી અને આ મામલે રાયપુરના એક વ્યક્તિ ફૈઝાન ખાનની પૂછપરછ કરવામાં આવી રહી હતી. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. પોલીસે મંગળવારે સવારે કથિત રીતે ફૈઝાન ખાન(faizal khan)ની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
ફૈઝાન ખાન કોર્ટમાં હાજર થશે
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે મુંબઈ પોલીસે ફૈઝાન ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના મામલે ફૈઝાનની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝાનને મંગળવારે સવારે 11 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે, તેના પરિચિતોએ જણાવ્યું કે તેને છેલ્લા બે દિવસથી ઘણી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે સુરક્ષાના કારણોસર તે તેની સામે શારીરિક રીતે નહીં પરંતુ ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા હાજર થવા માંગે છે. CSP અજય સિંહ દ્વારા ફૈઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે અને આ માહિતી છત્તીસગઢ પોલીસને આપવામાં આવી છે.
Shah Rukh Khan death threat: Mumbai Police detain suspect in Chhattisgarh
Read @ANI Story | https://t.co/NhYevTgTML#ShahRukhKhan #DeathThreat #MumbaiPolice pic.twitter.com/97lDr6kxik
— ANI Digital (@ani_digital) November 12, 2024
આ પણ વાંચો -Shaktimaan Teaser: 'શક્તિમાન'ની ધમાકેદાર વાપસી! મુકેશ ખન્નાએ જાહેર કર્યું ટીઝર
ફૈઝાન ખાનની પૂછપરછ કરવામાં આવી રહી હતી
શાહરૂખને ધમકી મળ્યા બાદ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે કોલ ટ્રેસ કર્યા બાદ જાણવા મળ્યું કે કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું, જેની પોલીસે રાયપુરમાં પૂછપરછ કરી હતી. ફૈઝાને કહ્યું હતું કે તેનો ફોન 5 દિવસ પહેલા 2જી નવેમ્બરે ચોરાઈ ગયો હતો.
આ પણ વાંચો -કોણ છે Aditi Mistry ? જે Bigg Boss18 માં કરશે એન્ટ્રી!
શાહરૂખને જાનથી મારી નાખવાની મળી હતી ધમકી
5 નવેમ્બરે બપોરે 1:21 વાગ્યે બાંદ્રા પોલીસને શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, 'શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છે... જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ.' જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું ત્યારે તેને જવાબ મળ્યો, 'મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી... જો તમારે લખવું જ હોય તો મારું નામ હિન્દુસ્તાનીમાં લખો.'