Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shah rukh khan ને ધમકી આપનારાએ મીડિયા આ વાત કહીને ચોંકાવ્યા!

Shah rukh khan Death Threat : Shah rukh khan પાસેથી 50 લાખ રૂપિયા માગ્યા
shah rukh khan ને ધમકી આપનારાએ મીડિયા આ વાત કહીને ચોંકાવ્યા
  • Shah rukh khan ને 5 નવેમ્બરના રોજ ફોન કર્યો
  • Shah rukh khan પાસેથી 50 લાખ રૂપિયા માગ્યા
  • Faizan Khan ની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરવામાં આવી

Shah rukh khan Death Threat : Shah rukh khan ને જાનથી મારી નાખવાની ધમક આપવાના કેસમાં એક વ્યક્તિની શંકાસ્પદ રીતે મુંબઈ પોલીસ દ્વરા ધરપકડ કરવામાં આવી છે. તેના અંતર્ગત ક્રાઈમ બ્રાંચ દ્વારા રાયપુરનો રહેવાસી એક વ્યક્તિ જેનું નામ Faizan Khan છે, તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે Faizan Khan નું કહેવું છે કે, તેના ચોરી થયેલા ફોનમાંથી ધમકી આપવામાં આવી છે. Shah rukh khan પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જે કોઈપણ ફરિયાદ Shah rukh khan ને ધમકી આપવામાં આવી હોય, તે સંબંધિત રજૂ કરવામાં આવી છે. તેમાં અધૂરું સત્ય છે.

Advertisement

Shah rukh khan પાસેથી 50 લાખ રૂપિયા માગ્યા

Shah rukh khan ના સંબંધિત આરોપીમાં Faizan Khan એ જણાવ્યું છે કે,જે ફોન દ્વારા અભિનેતાને ધમકી આપવામાં આવી છે. તે ચોરી થઈ ગયો છે. હા અને એ વાત સાચી છે કે, હું બિશ્નોઈ સમાજ સાથે સંબંધ ધરાવું છે. બીજી તરફ જોવા જઈએ તો, Shah rukh khan ની પહેલા બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને અનેક જાનથી મારી નાખવાની બિશ્નોઈ સમાજ અને લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે પોલીસે સલમાન ખાન અને તેના પરિવારની સુરક્ષામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: Mumbai Police એ વધુ એક બિશ્નોઈને લીધો સકંજામાં, ભાઈજાન પાસેથી 5 કરોડ માગ્યા હતાં

Advertisement

Shah rukh khan ને 5 નવેમ્બરના રોજ ફોન કર્યો

તો તાજેતરામં Shah rukh khan ને પણ આ રીતે જાનથી મારી નાખવાની સાથે ખંડણીનો ફોન આવતા મુંબઈ પોલીસે કમર કસી લીધી છે. જોકે Shah rukh khan ને ધમકી આપનારે 5 નવેમ્બરના રોજ ફોન કર્યો હતો. અને તેની પાસે 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. અને જો તે પૈસા આપશે નહીં, તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે જ્યારે Shah rukh khan એ તેનું નામ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણે કહ્યું કે આ બધુ જરૂરી નથી, પરંતુ હું એક હિન્દુસ્તાની બોલું છું.

Advertisement

Faizan Khan ની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરવામાં આવી

ત્યારબાદ પોલીસે તુરંત આ કોલ કરનારાની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી હતી. ત્યારે કોલને ટ્રેસ કરતા તેની અંતિમ લોકેશન રાયપુરમાંથી મળી હતી. જે બાદ સઘન તપાસમાં Faizan Khan ની મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે Faizan Khan એ જણાવ્યું કે મારો ફોન તો ઘણા દિવસો પહેલા ચોરી થઈ ગયો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, આગળ આ કેસમાં કોણ આરોપી તરીકે સામે આવે છે. અને તેની સાથે અન્ય કેટલા અકબંધ રાજ ખુલી શકે તેમ છે.

આ પણ વાંચો: Shahrukh ને ધમકીના કેસમાં ટ્વિસ્ટ..પોલીસ પણ મૂંઝવણમાં...

Tags :
Advertisement

.