Ahmedabad: ફાયર સેફ્ટીના દાવાઓ વચ્ચે ગંભીર ઘટના, નારોલની એક સ્કૂલમાં લાગી આગ
Ahmedabad: રાજ્યમાં અનેક જગ્યાએ આગની ઘટનાઓ સામે આવી છે. અત્યારે ફાયર સેફ્ટીના દાવાઓ વચ્ચે ગંભીર ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાોણે નારોલમાં આવેલી એક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની છે. નોંધનીય છે કે, ડીવાઈન સ્કૂલમાં આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. શાળામાં આગ લાગતા બાળકોને સ્કૂલમાંથી સત્વરે રજા આપી દીધી હતી.
ફાયર વિભાગની 4 ગાડીઓએ મેળવ્યો કાબૂ
આગની વિગતે વાત કરવામાં આે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, ફાયર વિભાગની 4 ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને કાબૂ પર મેળવી લીધો હતો. નોંધનીય છે કે, આગ લાગતાની સાથે જ શાળામાં દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને તકેદારીના ભાગ રૂપે બાળકોને રજા આપી દેવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા સત્વરે આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
નોંધનીય છે કે, અમદાવાદ (ahmedabad) ના નારોલમાં આવેલી એક શાળામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે, આ ઘટનામાં ફાયર વિભાગ દ્વારા સત્વરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જેથી કોઈ હાનિના સમાચાર સામે આવ્યા નથી.