Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ નોકરીની લાલચ આપી જમીન પડાવી લીધી હોવાનો આરોપ

મધુર ડેરીમાં લેન્ડ ફોર જોબ કૌભાંડનો આરોપ ચેરમેન શંકરસિંહ રાણા પર ખેડૂતનો આરોપ નોકરીની લાલચે જમીન હડપવાનો આરોપ દશેલા ગામના ખેડૂતની જમીન હડપ્યાનો દાવો 25 લાખમાં નોકરી આપતા હોવાનો આરોપ સતુજી રાણાના 2 પુત્રને નોકરીની લાલચ આપી 1.11 કરોડમાં 3...
09:51 AM Apr 29, 2023 IST | Vipul Pandya
મધુર ડેરીમાં લેન્ડ ફોર જોબ કૌભાંડનો આરોપ
ગાંધીનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ દશેલા ગામના ખેડૂતને તેમના બે પુત્રોને નોકરીની લાલચ આપી ખેડૂતની જમીન હડપી લીધી હોવાનો ખેડૂતે આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો છે.  ખેડૂતે વારંવાર તેમની સમક્ષ નોકરીની માગ કરતાં તેમણે બહાના કાઢીને અને ઉડાઉ જવાબ આપીને ખેડૂતને અપમાનિત કરી દીધા હતા.   મધુર ડેરીમાં લેન્ડ ફોર જોબ કૌભાંડ ચાલતું હોવાનો સનસનખેજ મામલો બહાર આવ્યો છે.
બે પુત્રોને નોકરીની વાત કરીને તેમની 3 વીઘા જમીન 1.11 કરોડમાં લેવાનું નક્કી કર્યું
પ્રાપ્ત માહિતી મુજબ મધુર ડેરીએ દશેલા ખાતે આવેલી ડેરીના મોડલ ફાર્મ પાસે એક્સપાન્સન માટે જમીન ખરીદી છે. આ જમીન દશેલા ગ્રામ પંચાયત હેઠળ આવેલી છે અને તે ધણપના સતુજી મહેરાજી રાણાની જમીન છે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ ખેડૂત સાથે મુલાકાત કરી જમીનની ડિલ કરી હતી. ખેડૂતના આરોપ મુજબ શંકરસિંહ રાણાએ તેમને બે પુત્રોને નોકરીની વાત કરીને તેમની 3 વીઘા જમીન 1.11 કરોડમાં લેવાનું નક્કી કર્યું હતું.
દસ્તાવેજ બીજાના નામે કરાવ્યો
ખેડૂતના કહેવા મુજબ શંકરસિંહ રાણાએ તેમને કહ્યું હતું કે મારા નામે જમીન બહું હોવાથી દસ્તાવેજ મારા નામે નહીં પણ મધુબેન પટેલના નામે કરવાનો છે અને મધુબેનના નામે દસ્તાવેજ કરાવ્યો હતો. ત્યારબાદ 15 લાખના 3 ચેક મળીને 45 લાખની ચુકવણી કરી હતી. બાકીની રકમ નોકરીમાં મજરે લેવાની વાત કરીને ચુકવ્યા ન હતા. હજી સુધી આ પૈસા ચુકવાયા નથી. ખેડૂત જ્યારે પણ નોકરી માટે શંકરસિંહ રાણાને ફોન કરે તો તેમને શાની નોકરી અને શાના પૈસા તેમ કહીને બહાના બતાવીને અપમાનિત કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.
હવે નોકરી આપવામાં ઠાગાઠૈયા
ખેડૂતે કહ્યું કે  ચેરમેન જોડે મિટીંગ થઇ હતી કે બે છોકરાઓને નોકરી  મળશે પણ નોકરી આપી નથી. ઉઘરાણી કરી તો ફોન ઉપાડતા નથી અને કે જગ્યા નથી તેવા બહાના કાઢ્યા હતા અને ફોન પણ  ઉપાડતા નથી. પુરુ પેમેન્ટ ચુકવ્યું નથી. નોકરીના પૈસા કાપીને આપ્યા છે. ચેરમેને મધુબેનના નામે દસ્તાવેજો કરવા કહ્યું હતું. મધુબેને કહ્યું કે જો ચેરમેન છોકરાઓને નોકરી નહી આપે તો હું પણ જવાબદારી લઉ છું પણ તમે મને દસ્તાવેજ કરી આપો. એટલે અમે તેમને આપી. અત્યાર સુધી તેમણે અમને રાહ જોવડાઇ પણ છોકરાઓનું કોઇ રણીધણી રહ્યું નથી અને જમીન જતી રહેતા અમારી પરિસ્થિતી ખરાબ છે.
કોડીના ભાવે જમીન લઇને જમીન માલીકોને નોકરીની લાલચ
ગાંધીનગર જીલ્લામાં મોકાની જગ્યાઓ પર આવેલી જમીનને મધુર ડેરીના એક્સપાન્સન ના નામે કોડીના ભાવે લઇને જમીન માલીકોને નોકરીની લાલચ આપવામાં આવતી હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલતી હતી જે વાત આ ખેડૂતના આક્ષેપથી સાચી સાબિત થઇ છે.
ચેરમેનપદ જળવાય તે માટે હવાતિયા
શંકરસિંહ રાણાએ રાતોરાત એજન્ડા વગર મિટીંગ બોલાવી હતી પણ તેમાં ખુબ ઓછી મંડળીઓના ચેરમેન- સેક્રેટરીઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ પોતાનું ચેરમેનપદ જળવાય તે માટે હવાતિયા મારી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો---સુરત :લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતી ગેંગ પાંજરે પુરાઈ
Tags :
Allegationland for job scamMadhur DairyShankar Singh Rana
Next Article