ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Salman તમે બિશ્નોઇ સમાજની માફી માગો...ભાજપના નેતાની સલાહ..

બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધારી દેવાઇ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને ધમકી આપી ભાજપના વરિષ્ઠ નેતા હરનાથ સિંહ યાદવે X પર પોસ્ટ કરી સલમાનને સલાહ આપી તમે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરો તમારી મોટી...
07:37 AM Oct 14, 2024 IST | Vipul Pandya
Black Deer Case pc google

Salman Khan : NCP (અજીત)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની સુરક્ષા વધારી દેવાઇ છે. લોરેન્સ બિશ્નોઇ આ હત્યા પાછળ હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે ત્યારે ભાજપના એક નેતાએ સલમાન ખાનને બિશ્નોઇ સમાજની માફી માગવાની સલાહ આપી છે. ભાજપના નેતા હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માંગવાની સલાહ આપી છે.

આ પણ વાંચો---Baba Siddique ના મર્ડર માટે આરોપીઓના ખાસ વ્યક્તિએ જામીન કરાવ્યા

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને ધમકી આપી

વાસ્તવમાં NCP (અજીત)ના નેતા બાબા સિદ્દીકીના મોતની જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને ધમકી આપી છે. એક અપ્રમાણિત સોશિયલ મીડિયા પોસ્ટમાં, બિશ્નોઈ ગેંગે કહ્યું છે કે જેઓ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરી રહ્યા છે તેઓએ પોતાના હિસાબ કિતાબ ચેક કરવા જોઈએ. બાબા સિદ્દીકીની હત્યાને સલમાન ખાનની બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડવામાં આવી રહી છે. NCP નેતાની હત્યા બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેના પરિવારે બોલિવૂડ સ્ટાર્સને પ્રાઈવસીનું સન્માન કરવા કહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા હરનાથ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સલમાન ખાનને માફી માંગવા કહ્યું છે.

આ પણ વાંચો---Baba Siddique ની હત્યા બાદ ફેરબુક પોસ્ટ કરનારના ઘરે દરોડા પાડતા...

બીજેપીના વરિષ્ઠ નેતા હરનાથ સિંહ યાદવે X પર પોસ્ટ કરી સલાહ આપી

બીજેપીના વરિષ્ઠ નેતા હરનાથ સિંહ યાદવે X પર પોસ્ટ કરતા લખ્યું કે પ્રિય સલમાન ખાન એક કાળુ હરણ જેને બિશ્નોઇ સમાજ દેવતા માને છે, તેની પૂજા કરે છે. તમે તેનો શિકાર કર્યો અને તેને રાંધીને ખાઇ લીધુ. જેના કારણે બિશ્નોઈ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને લાંબા સમયથી બિશ્નોઈ સમાજમાં તમારા પ્રત્યે રોષ છે. વ્યક્તિથી ભૂલ થઇ જાય છે, તમે મોટા અભિનેતા છો, દેશના મોટી સંખ્યામાં લોકો તમને પ્રેમ કરે છે. મારી તમને સલાહ છે કે તમે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરો અને તમારી મોટી ભૂલ માટે બિશ્નોઈ સમુદાયની માફી માગો.

આ પણ વાંચો---Baba Siddique ની હત્યાનો માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તર પોલીસના સકંજામાં

Tags :
adviceapologyBaba Siddiqui MurderBishnoi communityBJPBlack DeerBlack Deer CaseBollywood actor Salman KhanHarnath Singh YadavLawrence Bishnoi gangLawrenceBishnoiMumbai Policesalman khanसलमान खान
Next Article