Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના મહત્વકાંક્ષી મિશન Chandrayaan-3 વિશે શું કહે છે ખગોળશાસ્ત્રી, જાણો

ભારતીય અંતરિક્ષ અનુસંધાને (ISRO) રવિવારે 20 ઓગસ્ટે જાણકારી આપી છે કે, ચંદ્રયાન (Chandrayaan-3) પોતાની રફ્તાર સાથે આગળ વધી રહ્યું છે અને 23 ઓગસ્ટના ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે. ઈસરોએ કહ્યું કે, 23 ઓગસ્ટના ભારતીય સમય અનુસાર સાંજે 6.04 વાગ્યા...
06:02 PM Aug 20, 2023 IST | Viral Joshi

ભારતીય અંતરિક્ષ અનુસંધાને (ISRO) રવિવારે 20 ઓગસ્ટે જાણકારી આપી છે કે, ચંદ્રયાન (Chandrayaan-3) પોતાની રફ્તાર સાથે આગળ વધી રહ્યું છે અને 23 ઓગસ્ટના ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે. ઈસરોએ કહ્યું કે, 23 ઓગસ્ટના ભારતીય સમય અનુસાર સાંજે 6.04 વાગ્યા આસપાસ ચંદ્ર પર લેન્ડિંગ થવાની આશા છે.

મહત્વની ક્ષણ

ચંદ્રયાન-3 Chandrayaan-3 ચંદ્ર પર સફળ લેન્ડિંગ સિવાય ચંદ્રયાન-3 ગ્રહીય અભિયાનો અને અંતરિક્ષના રહસ્યોની પણ જાણકારી આપશે. આ મિશનને લઈને સિનિયર ખગોળશાસ્ત્રી અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) બેંગલુરુની નિદેશક પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમે (Annapurni Subramanya) કહ્યું કે, ચંદ્રમા મિશન ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મહત્વ ક્ષણ છે.

શું છે પડકાર

એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે પણ લેન્ડિંગથી 30 કિમી પહેલાનું અંતર હજુ પડકારજનક છે. પ્રક્ષેપણથી લઈને ચંદ્રમાની કક્ષા સુધી પહોંચવા સુધી ઈસરોએ અનેક અભ્યાસ કર્યાં છે. ચંદ્રમાના ગુરુત્વાકર્ષણની પકડમાં આવવું મહત્વપૂર્ણ હતું અને અમે તે હાંસલ પણ કર્યું છે. ચંદ્રયાન-3ના મિશને અનેક મહત્વના તબક્કાઓ પાર કરી લીધાં છે. હવે લેન્ડરને થોડી નીચેની કક્ષામાં ડીબૂસ્ટ કરવું પડશે. આ એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે અને આપણે નિશ્વિચ પણે કરી શકીએ છીએ. આપણે કોઈ પણ મુશ્કેલી વિના ત્યાં પહોંચી જશું.

સફળતાની શક્યતા કેટલી?

મણે કહ્યું કે, પરંતુ અંતિમ 30 કીમી મિશન માટે ખુબ મહત્વના રહેશે. અંતરિક્ષના પેરામીટર્સ ઘણાં વિશાળ છે અને તેમાં જટિલતાઓનો પણ સમાવેશ થાય છે. તેની હંમેશા એક નાની બિન શૂન્ય સંભાવના રહેશે કે આ ખોટું થઈ શકે છે અને આપણે તેને ખતમ કરી શકીએ નહી. પરંતુ મને તે પૂર્ણ વિશ્વાસ છે કે અમે આ વખતે એવું કરીશું. તેમા ઘણી બધી તૈયારી કરવામાં આવી છે અને ચંદ્રયાન-3ના સફળ થવાની શક્યતા સૌથી વધારે છે.

આ પણ વાંચો : RUSSIA ના મિશન મૂનને લાગ્યો મોટો ફટકો, ચંદ્ર પર ઉતરતા પહેલા લુના-25 ક્રેશ થયું…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Annapurni SubramanyaChandrayaan-3India's Moon missionISROSenior Astronomer
Next Article