Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશ્મિકા મંદાનાનો વીડિયો જોઈને BIG B થયા ગુસ્સે, કરી નાખી કાનૂની કાર્યવાહીની વાત

જો કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ખૂબ જ શાંત સ્વભાવના છે, પરંતુ ક્યારેક તેઓ પોતાનો ગુસ્સો ગુમાવતા પણ જોવા મળે છે. વાસ્તવમાં, આ વખતે બિગ બી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર ગુસ્સે થયા છે અને કાયદાકીય કાર્યવાહીની વાત કરી...
રશ્મિકા મંદાનાનો વીડિયો જોઈને big b થયા ગુસ્સે  કરી નાખી કાનૂની કાર્યવાહીની વાત

જો કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ખૂબ જ શાંત સ્વભાવના છે, પરંતુ ક્યારેક તેઓ પોતાનો ગુસ્સો ગુમાવતા પણ જોવા મળે છે. વાસ્તવમાં, આ વખતે બિગ બી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર ગુસ્સે થયા છે અને કાયદાકીય કાર્યવાહીની વાત કરી છે. BIG B એ દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના સમર્થનમાં આવી કાર્યવાહી કરવાની વાત કરી છે.

Advertisement

શું છે સમગ્ર મામલો 

તાજેતરમાં, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો હતો (રશ્મિકા મંદાના વાયરલ વીડિયો) આ વીડિયોમાં રશ્મિકા બ્લેક કલરના જિમ વેર પહેરીને લિફ્ટની અંદર જતી જોવા મળી રહી છે. રશ્મિકાને આવા કપડામાં જોઈને તેના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મામલો વધતાં જ ખબર પડી કે આ વિડિયો સાચો વીડિયો નથી પણ મોર્ફેડ (એડિટેડ) વીડિયો છે. વીડિયોમાં દેખાતી મહિલા રશ્મિકા નહીં પરંતુ ઝરા પટેલ છે. આ વીડિયો વાયરલ થયા બાદ BIG B એ તેના પર નારાજગી વ્યક્ત કરી અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી.

Advertisement

BIG B એ કહ્યું કે આ એક મજબૂત કેસ છે...

મોર્ફ કરેલ વિડિયો વાયરલ થયા બાદ (રશ્મિકા મંદાના વાયરલ વિડિયો), અમિતાભ બચ્ચને ટ્વિટર (X) પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે પોસ્ટ પર લખ્યું કે હા, આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે. આ સાથે BIG B એ વીડિયોનું સત્ય પણ જણાવ્યું છે.

Advertisement

અમિતાભ બચ્ચને વિડીયો અંગેની સત્યતા બતાવવા માટે પણ એક ટ્વીટ શેર કરી હતી અને સાચો વિડીયો શું છે તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

રશ્મિકાએ પણ આપી પ્રતિક્રિયા 

સમગ્ર મામલે રશ્મિકાએ પણ પોતાની પ્રતિક્રિયા ટ્વિટર ઉપર શેર કરી હતી અને આવા ડીપફેકના મોર્ફેડ વિડીયો જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર શેર થઈ રહ્યા છે તેની ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.


શું છે આ ડીપફેક , જેના દ્વારા મોર્ફેડ વિડીયો બનાવાય છે

ડીપફેક એ એક પ્રકારનું માધ્યમ છે જેમાં હાલની ઇમેજ અથવા વિડિયોમાંની વ્યક્તિને AI નો ઉપયોગ કરીને અન્ય કોઈની સમાન વ્યક્તિ સાથે તેને બદલવામાં આવે છે. ડીપફેક દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઘણા મોર્ફેડ વિડીયો અને ફોટોસ બનાવી શકાય છે. ડીપફેક ઘણીવાર ચહેરાના અકુદરતી હાવભાવ અથવા હલનચલન દ્વારા ઓળખી શકાય છે, જેમ કે ઘણી વાર આંક ઝબકાવવી અથવા હલનચલનથી જાણી શકાય છે કે વિડિયો વાસ્તવિક છે કે નકલી છે.

અમિતાભ બચ્ચન અને રશ્મિકા એક સાથે આ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે 

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના ફિલ્મ ગુડબોયમાં સાથે જોવા મળ્યા હતા. રશ્મિકાએ આ ફિલ્મથી જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં અમિતાભ રજનીકાંત સાથે ફિલ્મ થલાઈવર 170નું શૂટિંગ કરી રહ્યા છે. રશ્મિકાની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે.

આ પણ વાંચો -- TIGER 3 ફિલ્મની એડવાન્સ બૂકિંગ શરું કરવામાં આવી, હજારોમાં વેચાય છે ટિકિટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.