Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Input : દેશના આ રાજ્યમાં ધુસ્યા 900 આતંકીઓ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર આતંકીઓએ કુકી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રવેશ કર્યો મિતાઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવાનું કાવતરું Intelligence Input : દેશના આ સળગી રહેલા રાજ્યમાં 900 જેટલા આતંકીઓ પ્રવેશી...
input   દેશના આ રાજ્યમાં ધુસ્યા 900 આતંકીઓ  સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
  • મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા
  • ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર
  • આતંકીઓએ કુકી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રવેશ કર્યો
  • મિતાઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવાનું કાવતરું

Intelligence Input : દેશના આ સળગી રહેલા રાજ્યમાં 900 જેટલા આતંકીઓ પ્રવેશી ચૂક્યા હોવાનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ (Intelligence Input) બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના આધારે સુરક્ષા દળો પર સતર્ક થઇ ગયા છે. અહેવાલો મુજબ મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા છે અને તે દેશની સુરક્ષાનો ભંગ કરવા તૈયારી કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે માહિતી સામે આવી છે કે આતંકવાદીઓ મ્યાનમાર થઈને મણિપુરમાં પ્રવેશ્યા હતા. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે પણ ગુપ્તચર વિભાગના દાવાને સમર્થન આપ્યું છે. આતંકવાદીઓના ખતરાને જોતા સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

Advertisement

કુકી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રવેશ કર્યો

કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ મ્યાનમારને અડીને આવેલા પહાડી વિસ્તારોમાંથી કુકી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રવેશ્યા છે. આ કૂકી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે આતંકીઓ ઘૂસ્યા છે તેઓ ડ્રોન ઓપરેટ કરવામાં એક્સપર્ટ હોવાનું કહેવાય છે. ગુપ્તચર વિભાગનો રિપોર્ટ તમામ એસપી અને પોલીસ અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો----Manipur : પૂર્વ મુખ્યમંત્રીના ઘરે થયો રોકેટ હુમલો! 1 વૃદ્ધનું મોત

આતંકવાદીઓ 30-30ના સમૂહમાં રાજ્યભરમાં ફેલાઇ જશે

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આતંકવાદીઓ 30-30ના સમૂહમાં રાજ્યભરમાં ફેલાઇ જવાની કોશિશ કરી રહ્યા છે. આતંકવાદીઓએ મિતાઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું છે. રિપોર્ટ અનુસાર, આ માહિતી એકદમ સાચી હોવાનું કહેવાય છે. મણિપુર છેલ્લા ઘણા સમયથી હિંસાનું સાક્ષી બની રહ્યું છે. મણિપુરમાં 1 સપ્ટેમ્બરથી હિંસા વધી છે.

Advertisement

મણિપુરમાં હિંસાની સ્થિતિ

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તેનું મુખ્ય કારણ એ છે કે કુકી અને મીતાઈ સમુદાયો વચ્ચે જ્ઞાતિ સંઘર્ષનો યુગ ચાલુ છે. મીતાઈ સમુદાય ખીણમાં રહે છે. કુકી સમુદાય પર્વતોમાં રહે છે. હિંસા બાદથી બંને સમુદાયોએ એકબીજાના વિસ્તારોમાં જવાનું બંધ કરી દીધું છે. બે સમુદાયો વચ્ચે ઘણી વખત ઝઘડા અને હિંસા જોવા મળી છે. બંનેએ પોતપોતાના વિસ્તારમાં બંકરો તૈયાર કર્યા છે. તેમને ડર છે કે રાત્રે મોટો હુમલો થઈ શકે છે. તેમણે મોટી માત્રામાં હથિયારો પોતાની પાસે રાખ્યા છે. મોકો મળતાં જ તેઓ એકબીજા પર હિંસક હુમલો કરી રહ્યા છે. તેઓ એકબીજા પર હુમલો કરે છે અને બંકરોમાં છુપાઇ જાય છે. ખીણ અને પહાડી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લેતા, તેમને નિયંત્રિત કરવું સરળ નથી.

આ પણ વાંચો----Manipur માં ફરી હિંસા, હવે ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા, સરકારે લાગુ કરી આ સિસ્ટમ...

Tags :
Advertisement

.