Morbi : મોરબીમાં 6 સિરામિક યુનિટમાં DGGIનું સર્ચ ઓપરેશન
Morbi : મોરબી ( Morbi) માં 6 સિરામિક યુનિટમાં DGGIનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન ખરીદ, વેચાણ, નાણાંકિય વ્યવહારો અને બિલિંગ સહિતના શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા છે. લેમોરેક્ષ, લુફ્ટોમ, લોવેલ, લિયોના, ક્રેવિટા, અને મોન્ઝા કંપનીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બોગસ ઈ-વે બિલ કૌભાંડ અનુસંધાને મોટી કાર્યવાહી
બોગસ ઈ-વે બિલ કૌભાંડ અનુસંધાને મોટી કાર્યવાહી કરાઇ છે. લેમોરેક્ષ, લુફ્ટોમ, લોવેલ, લિયોના, ક્રેવિટા, અને મોન્ઝા કંપનીમાં સર્ચ શરુ કરાયું છે. સર્ચમાં અમદાવાદ અને રાજકોટના 50 અધિકારી દ્વારા એક સાથે કાર્યવાહી કરાઇ રહી છે. અધિકારીઓએ આ યુનિટમાંથી
ખરીદ વેચાણ, બિલિંગ સહિતના શંકાસ્પદ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
ટાઇલ્સ નિયત સ્થળે પહોંચી જાય ત્યારે બિલ ડિલિટ કરી દેવાતું હોવાનો ઘટસ્ફોટ
ઉલ્લેખનિય છે કે સિરામિક ઉદ્યોગમાં અગાઉ પણ 1 હજાર કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું હતું બોગસ બિલિંગ ઝડપી પાડ્યા બાદ આ વધુ એક સર્ચ ઓપરેશન શરુ કરાયું છે. ટાઇલ્સ ભરેલી ગાડી નીકળે ત્યારે બિલ જનરેટ કરાતું હતું પણ બાદમાં ટાઇલ્સ નિયત સ્થળે પહોંચી જાય ત્યારે બિલ ડિલિટ કરી દેવાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજે મોડી રાત સુધી તપાસ ચાલે તેવી સંભાવના છે.
આ પણ વાંચો---- PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી
આ પણ વાંચો---- મહુડી જૈન તીર્થમાંથી ટ્રસ્ટીઓ 130 કિલો સોનું ખાઇ ગયાનો આક્ષેપ, 1000000000 કરોડનું મસમોટુ કૌભાંડ
આ પણ વાંચો---- Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..
આ પણ વાંચો---- Campaign : AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા..!