Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઠંડી : ગુજરાતના આ જિલ્લામાં શાળાઓ 30 મિનીટ મોડી શરુ કરવા આદેશ

ગુજરાતમાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચુકી છે. ખાસ કરીને સવાર-સાંજ તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે. સવારે આકરી ઠંડીનો અનુભવ થતાં કચ્છ જિલ્લાની શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. કચ્છ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સમયમાં 30 મિનીટનો...
ઠંડી   ગુજરાતના આ જિલ્લામાં શાળાઓ 30 મિનીટ મોડી શરુ કરવા આદેશ

ગુજરાતમાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચુકી છે. ખાસ કરીને સવાર-સાંજ તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે. સવારે આકરી ઠંડીનો અનુભવ થતાં કચ્છ જિલ્લાની શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. કચ્છ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સમયમાં 30 મિનીટનો ફેરફાર કરાયો છે.

Advertisement

સવારની શાળામાં સમય કરતાં 30 મિનીટ મોડી શાળા શરુ કરવા આદેશ

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આકરી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ઠંડીમાં વહેલી સવારે શાળામાં જવા માટે બાળકોને ખુબ જ તકલીફ સહન કરવી પડે છે અને તેમના આરોગ્ય પર પણ અસર થાય છે અન તેથી ઠંડી શરુ થતાં જ કચ્છ જિલ્લાના પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સવારની શાળામાં સમય કરતાં 30 મિનીટ મોડી શાળા શરુ કરવા આદેશ કર્યો છે.

Advertisement

તમામ શાળામાં અમલ

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સમયમાં 30 મિનીટ મોડા આવવાનું ફરમાન કરાયું છે અને તેનો અમલ તમામ શાળામાં કરવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઠંડીથી રાહત મળશે. ઉલ્લેખનિય છે કે કચ્છમાં સૌથી વધુ ઠંડી પડે છે.

Advertisement

આ પણ વાંચો----GODHRA: વિદ્યાર્થીનીએ કચરામાંથી ઘરવાપરાશ અને રોજગાર ઉપલબ્ધ કરતો પ્રોજેકટ બનાવ્યો

Tags :
Advertisement

.