Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું Schedule જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC Cricket World Cup 2023) માં ટીમ ઈન્ડિયા (Team India) લીગ તબક્કામાં કુલ 9 મેચ રમવા જઈ રહી છે. વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે...
icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું schedule જાહેર  જાણો ક્યારે રમાશે ભારત પાકિસ્તાનની મેચ
Advertisement

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC Cricket World Cup 2023) માં ટીમ ઈન્ડિયા (Team India) લીગ તબક્કામાં કુલ 9 મેચ રમવા જઈ રહી છે. વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ક્યારે, ક્યાં અને કઈ ટીમ સામે રમશે. ભારતીય ટીમ તેની તમામ 9 લીગ મેચો અલગ-અલગ મેદાનો પર રમતી જોવા મળશે. જણાવી દઇએ કે, મંગળવારે મુંબઈમાં 13માં ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું. તમે અહીં ભારત માટેનું સમયપત્રક નોંધી શકો છો.

Advertisement

ICC એ આજે ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી

Advertisement

ICC એ આજે મંગળવારે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી છે. ચાહકો લાંબા સમયથી ટૂર્નામેન્ટના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે તેમની રાહનો અંત આવ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટક્કર સાથે થશે. ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. 46 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે 48 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થશે.

Advertisement

પાકિસ્તાન સામે ક્યારે રમાશે મેચ ?

યજમાન ભારત તેની 9 ગ્રુપ સ્ટેજ મેચો અલગ મેદાન પર રમશે. ટીમ ઈન્ડિયાની બીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની રાઉન્ડ-રોબિન મેચ રમવા તૈયાર છે. આ હાઈવોલ્ટેજ મેચ પહેલા ઘણો વિવાદ થયો હતો, પરંતુ હવે ફરી એકવાર આખી દુનિયાને આ રોમાંચક મેચનો આનંદ માણવા મળશે.

અત્યાર સુધી આ ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે

1. ભારત
2. ઓસ્ટ્રેલિયા
3. અફઘાનિસ્તાન
4. ઈંગ્લેન્ડ
5. ન્યુઝીલેન્ડ
6. દક્ષિણ આફ્રિકા
7. બાંગ્લાદેશ
8. પાકિસ્તાન

ભારતે ODI વર્લ્ડ કપનું કેટલી વખત કર્યું હતું આયોજન

ભારત ચોથી વખત ODI વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. 1987માં ભારતે પાકિસ્તાન સાથે મળીને ODI વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. તે પછી, વર્ષ 1996 માં, છઠ્ઠા વિશ્વ કપનું આયોજન ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પછી ભારતે વર્ષ 2011માં શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે યજમાની કરી અને ખિતાબ જીતવામાં સફળ રહી.

10 સ્થળોએ રમાશે મેચ

ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે 10 જગ્યાએ આયોજિત કરવામાં આવશે. તેમાં ભારતના 10 શહેરોનો સમાવેશ થાય છે. મેચ હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં યોજાશે. ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બર 2023ના રોજ મુંબઈમાં રમાશે. અને બીજી સેમિફાઇનલ મેચ 17 નવેમ્બર 2023ના રોજ કોલકાતામાં રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારતે છેલ્લે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો

વર્ષ 2022માં ભારતે ધોનીની કપ્તાનીમાં છેલ્લી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 2011માં પણ ભારતમાં વર્લ્ડ કપ રમાયો હતો, જેમાં ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી ICC ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે ભારતીય ટીમ ફરી એકવાર ઘરઆંગણે વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ થશે. વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા હશે.

આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે, પ્રથમ આઠ ટીમો ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા ક્વોલિફાય થઈ ચૂકી છે. અંતિમ બે સ્થાન ઝિમ્બાબ્વેમાં 9 જુલાઈના રોજ સમાપ્ત થનારી ક્વોલિફાયર ટુર્નામેન્ટના અંતે નક્કી કરવામાં આવશે. આ વખતે દરેક ટીમ અન્ય 9 ટીમો સામે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે, જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. વળી, વર્લ્ડ કપની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદમાં, સેમિફાઇનલ 15 અને 16 નવેમ્બરે મુંબઈ અને કોલકાતામાં યોજાશે.

આ પણ વાંચો - ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી ધરતીથી અંતરિક્ષમાં પહોંચી, જાણો કયાં થયો લેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×