Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં એક જ પુરાવાના આધારે કઢાવાયા બોગસ સીમ કાર્ડ, ચોંકાવનારો ઘટસ્ફોટ 

બોગસ સીમકાર્ડ મામલે રાજ્યભરમાં મોટી કાર્યવાહી એક જ પુરાવાના આધારે બોગસ સીમકાર્ડનો વેપલો 7 હજાર બોગસ સીમકાર્ડને લઇ કરાઇ કાર્યવાહી રડારમાં આવ્યા 29 હજારથી વધુ મોબાઇલ નંબર રાજ્યભરમાં 15 ફરિયાદ દાખલ કરાઇ બોસ સીમકાર્ડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યભરમાં મોટી...
રાજ્યમાં એક જ પુરાવાના આધારે કઢાવાયા બોગસ સીમ કાર્ડ  ચોંકાવનારો ઘટસ્ફોટ 
બોગસ સીમકાર્ડ મામલે રાજ્યભરમાં મોટી કાર્યવાહી
એક જ પુરાવાના આધારે બોગસ સીમકાર્ડનો વેપલો
7 હજાર બોગસ સીમકાર્ડને લઇ કરાઇ કાર્યવાહી
રડારમાં આવ્યા 29 હજારથી વધુ મોબાઇલ નંબર
રાજ્યભરમાં 15 ફરિયાદ દાખલ કરાઇ
બોસ સીમકાર્ડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યભરમાં મોટી કાર્યવાહી કરાઇ છે જેમાં ઘટસ્ફોટ થયો છે કે એક જ પુરાવાના આધારે બોગસ સીમકાર્ડનો મોટા પ્રમાણમાં વેપલો થઇ રહ્યો છે. પોલીસના રડારમાં આવેલા 7 હજાર બોગસ સીમકાર્ડની તપાસ કરાતા 29 હજાર મોબાઇલ નંબર મળી આવ્યા હતા જેના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ 15 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એક જ વ્યક્તિના ફોટા પરથી ઘણા બધા કાર્ડ ઈસ્યુ
સ્ટેટ સાયબર ક્રાઇમના ડીવાયએસપી બી.એમ.ટાંકે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન દ્રારા અપાયેલી માહિતીના આધારે ડમી કાર્ડ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.  તપાસમાં જણાયું કે રાજ્યમાં એક જ વ્યક્તિના ફોટા પરથી ઘણા બધા કાર્ડ ઈસ્યુ થયા હતા.  486 વ્યક્તિના ફોટો પરથી 29 હજાર જેટલા કાર્ડ ઈસ્યુ થયા હતા જેમાં 2600 જેટલા pos એટલે કે પોઇન્ટ ઓફ સેલિંગ સંચાલકો ઈનવોલ્વ હતા.
15 ગુના દાખલ
સાયબર ક્રાઇમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી અને સમગ્ર મામલાનો ઉંડો અભ્યાસ કરાયો હતો. તપાસમાં જણાયુ કે 100થી વધુ કાર્ડમાં જે pos હોય એમને ટાર્ગેટ કરી 102 posમાંથી 16000  કાર્ડ આપવામાં આવ્યા હતા.  તપાસ માટે ATS અને સાયબર ક્રાઇમ તથા જીલ્લામાં સ્થાનિક પોલીસની મદદ લેવાઈ હતી. તપાસના અંતે  અત્યાર સુધીમાં 15 ગુના દાખલ કરાયા છે અને  હજુ કામગીરી ચાલુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.