Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL માં સંસ્કાર બતાવ્યા, અઢી મહિના બાદ રૌદ્ર સ્વરૂપ કેમ ? હવે મેયરે તોડ્યું મૌન

તમને થોડા દિવસો પહેલા રમાઈ ગયેલી IPL ટૂર્નામેન્ટ તો યાદ જ હશે, જેની ફાઈનલ મેચ જીતી CSK ટીમ વિનર બની હતી. જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, જેણે અંતિમ ઓવરોમાં વિરોધી ટીમ ગુજરાત ટાઈટન્સના મોંઢામાં આવેલી જીતને પોતાની તરફ વાળી...
ipl માં સંસ્કાર બતાવ્યા  અઢી મહિના બાદ રૌદ્ર સ્વરૂપ કેમ   હવે મેયરે તોડ્યું મૌન

તમને થોડા દિવસો પહેલા રમાઈ ગયેલી IPL ટૂર્નામેન્ટ તો યાદ જ હશે, જેની ફાઈનલ મેચ જીતી CSK ટીમ વિનર બની હતી. જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, જેણે અંતિમ ઓવરોમાં વિરોધી ટીમ ગુજરાત ટાઈટન્સના મોંઢામાં આવેલી જીતને પોતાની તરફ વાળી હતી. આ જીત બાદ રવિન્દ્રના પત્ની રિવાબાની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી, જેમણે પતિના અદભૂત પ્રદર્શન પર જાહેરમાં પોતાની ખુશી અને સંસ્કાર દર્શાવતા તેમના પગ સ્પર્શ કર્યા હતા. આ મેચમાં CSK ની જીતની જેટલી વાતો ન થઇ તેના કરતા પણ વધારે રિવાબાના પગે લાગવાના વીડિયોની ચર્ચાઓ તેજ થઇ હતી. તે સમયે લોકો રિવાબાના આ વર્તણૂકને ભારતના સંસ્કાર ગણાવ્યા હતા પરંતુ તેના 2 મહિના બાદ કઇંક એવું જોવા મળ્યું કે જેના કારણે એકવાર ફરી રિવાબા ચર્ચામાં આવ્યા છે.

Advertisement

રિવાબાના રૌદ્ર સ્વરૂપ બાદ હવે મેયરે પણ તોડ્યું મૌન

IPL ની ફાઈનલમાં જે સંસ્કાર જોવા મળ્યા તે વખાણવા લાયક તો હતા જ. પણ આજે અઢી મહિને એવું શું થયું કે રિવાબાને જાહેરમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવું પડ્યું. આ અંગે રિવાબા અને સાસંદ પૂનમ માડમ મીડિયા સમક્ષ પોતાની વાતને રજૂ કરી ચુક્યા છે. અને હવે જામનગરના મેયર બીનાબેન કોઠારીએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, હુ જે પરિવારથી આવું છું તે ખૂબ જ સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવાર છે. મારો પરિવાર અને મારા કુટુંબીજનો મોટી સંખ્યામાં અહીંયા રહે છે. તે તમામને આ સમગ્ર વિવાદ બાદ દુઃખ થયું છે. મારા પરિવારને આ સમગ્ર વિવાદ બાદ એવું લાગી રહ્યુ છે કે, અમે જે સામાજીક પ્રતિષ્ઠા બનાવી છે તેને હાની પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેટલે જ તેમણે ભાજપ પ્રમુખને પોતાની રજૂઆત કરી છે. તે સમયે જે ઔકાતની વાત થઇ તો મારે તે જાણવું છે કે, ઔકાત એટલે ? મારા મતે ઔકાત ત્રણ પ્રકારની હોય છે, જે મારી વ્યક્તિગત હોઇ શકે, આર્થિક હોઇ શકે, મારી પારાવારીક હોઇ શકે અથવા સામાજીક હોઇ શકે. મારા પરિવારને આ અંગે અપશબ્દ જેવું લાગ્યું છે એટલે જ તેમણે જામનગર પ્રમુખને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

રિવાબાએ શું કહ્યું ?

રિવાબાએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, તેમણે જ પોતાના જૂતા ઉતારીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. તેના પહેલા પૂનમ માડમે તેમના સેન્ડલ ઉતાર્યા વિના શ્રદ્ધાંજલિ આપી હતી, તેથી તેણીએ તેમના જૂતા ઉતારવા બદલ રિવાબા સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રિવાબાએ દાવો કર્યો હતો કે જ્યારે તેમની અને સાંસદ પૂનમ માડમ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે મેયર બીનાબેને પણ સાંસદનો પક્ષ લેવાનું શરૂ કર્યું હતું. જેના પર રિવાબા ગુસ્સામાં મેયરને કંઈક કહે છે. રિવાબાના કહેવા પ્રમાણે, “જ્યારે કોઈ તમારી સામે મોટેથી બોલે છે, ત્યારે તમે સ્વાભાવિક રીતે જ અપમાન અનુભવો છો. તેથી જ મારું સ્વાભિમાન જાળવવા માટે મારે આ કહેવું પડ્યું, કારણ કે મેયરને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમની પાસે કહેવા માટે કંઈ જ નહોતું. છતાં તેમણે દરમિયાનગીરી કરીને સાંસદનો પક્ષ લીધો હતો.

Advertisement

સાંસદ પૂનમ માડમે શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા સાંસદ પૂનમ માડમે કહ્યું કે, આ સરકારનો કાર્યક્રમ હતો અને મારું વર્તન પણ પાર્ટી શિસ્તને અનુરૂપ હતું. મેં પાર્ટીની શિસ્ત તોડી નથી. પ્રદેશ પ્રમુખની પરવાનગી લીધા બાદ હું તમારી સાથે વાત કરી રહી છું. અમે ગ્રુપ ફોટો માટે આવ્યા ત્યારે અડધી મિનિટનો ડાયલોગ હતો. તેનાથી આગળ કોઈ સંચાર નહોતો. મને લાગે છે કે ક્યાંક કોઈ ગેરસમજ છે. વધુ કંઈ નહિ." વીડિયોમાં સાંસદ પૂનમ માડમ સોરી કહેતા જોવા મળી રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને સોરી કહેવાની જરૂર કેમ પડી તો તેમણે કહ્યું, "મેં મેયર બીનાબહેનને સોરી કહ્યું કારણ કે મારી હાજરીમાં વાતાવરણ થોડું તંગ થયું હતું અને બીનાબહેન મારા કરતા ઉંમરમાં મોટા છે. તેમને સોરી બોલવામાં કોઈ વાંધો નથી. રિવાબાને મેં સોરી કહ્યું કારણ કે જાહેરમાં આવું વાતાવરણ થયું હતું, મને તે ગમ્યું નહીં. મેં કહ્યું, ચાલો અહીંથી જઈએ. પૂનમ માડમે એમ પણ કહ્યું હતું કે, "રિવાબા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને મીડિયાની સામે આ બન્યું છે, તેથી મને તે ગમ્યું નથી."

શું હતો સમગ્ર મામલો ?

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેરના મેયર બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઝઘડામાં સાંસદ અને મેયર એક તરફ અને ધારાસભ્ય રિવાબા જાડેજા બીજી તરફ હતા. વાયરલ વીડિયોમાં જ્યારે રિવાબાએ 'ઔકત' અને 'વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી' જેવા શબ્દો બોલ્યા ત્યારે સાંસદ પૂનમ મેડમ અને મેયર બીનાબેન કોઠારીએ પણ ગુસ્સામાં પ્રતિક્રિયા આપી હતી. વાયરલ વીડિયોમાં કેટલાક શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી કારણ કે અન્ય અવાજો પણ આવી રહ્યા છે. પરંતુ એવું લાગતું હતું કે ત્રણેય વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. રિવાબાના ગુસ્સા બાદ મેયર બીનાબેન કહે છે, "તમે અહીંથી જાવ." આ પછી સાંસદ પૂનમ મેડમ પણ રિવાબાને કહે છે, “તે મેયર છે. તમારા કરતા મોટી ઉંમરના છે."

આ પણ વાંચો - Rivaba Jadeja સાથે રકઝક મામલે MP Poonam Madam ની સ્પષ્ટતા, કહ્યું, આ ગેરસમજથી થયું

આ પણ વાંચો - એવું શું થયું કે MLA રિવાબા મેયર બીનાબેન પર થયા ગુસ્સે ? જાહેરમાં જોવા મળી રકઝક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.