Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના CM કેજરીવાલને લઇને Sanjay Singh એ કર્યો આ મોટો ઘટસ્ફોટ

દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી રાહત મળી નથી. જીહા, આ વખતે સંજય સિંહની દિવાળી જેલમાં જ નીકળશે. મળતી માહિતી અનુસાર તેમને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા તેમને કોર્ટે 24...
દિલ્હીના cm કેજરીવાલને લઇને sanjay singh એ કર્યો આ મોટો ઘટસ્ફોટ

દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી રાહત મળી નથી. જીહા, આ વખતે સંજય સિંહની દિવાળી જેલમાં જ નીકળશે. મળતી માહિતી અનુસાર તેમને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા તેમને કોર્ટે 24 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ઉપરાંત કોર્ટમાંથી બહાર નીકળતી વખતે સંજય સિંહે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમની ધરપકડ જ નહીં પરંતુ મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે.

Advertisement

સંજય સિંહ દિવાળી જેલમાં જ મનાવશે

AAP સાંસદ સંજય સિંહને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને કોર્ટમાંથી જામીન મળ્યા નથી. દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલા સંજય સિંહના કેસ અને જામીન અરજી પર સુનાવણી 24 નવેમ્બરે થશે. કોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. એટલે કે સંજય સિંહને દિવાળી જેલમાં જ મનાવવામાં આવશે. આ સાથે પંજાબની અમૃતસર કોર્ટમાં માનહાનિના કેસમાં સંજય સિંહનું વોરંટ પણ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું. કોર્ટે વોરંટને મંજૂરી આપી અને સંજય સિંહને અમૃતસર કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ પહેલા સંજય સિંહને 27 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી વધારીને 10 નવેમ્બર સુધી જેલમાં મોકલી આપી હતી. ત્યારબાદ કોર્ટે તેમને કૌટુંબિક ખર્ચ માટે બે ચેક પર સહી કરવાની મંજૂરી આપી હતી.

Advertisement

આ લોકો કેજરીવાલ સાથે મોટી ઘટના કરવા જઇ રહ્યા છે : સંજય સિંહ

Advertisement

કોર્ટમાંથી બહાર આવતા AAP સાંસદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું- “કેજરીવાલને ફસાવવાનું આ એક મોટું ષડયંત્ર છે. માત્ર ધરપકડ જ નહીં, આ લોકો કેજરીવાલ સાથે મોટી ઘટના કરવા જઈ રહ્યા છે. આ વીડિયોને આમ આદમી પાર્ટીના X હેન્ડલ પરથી પણ આ જ કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ED એ તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડમાં સમન્સ મોકલ્યા હતા. જોકે, તે ED સમક્ષ હાજર થયા ન હતા. તેમણે એજન્સીની નોટિસને રાજકીય પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવી હતી. આ કેસમાં EDએ રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

સંજય સિંહની ED એ કરી હતી ધરપકડ

સંજય સિંહની ED દ્વારા 4 ઓક્ટોબરે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના નિવાસસ્થાને દરોડા અને લગભગ 10 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 8 દિવસના ED રિમાન્ડ પર રહ્યા બાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સંજય સિંહે તેમની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. તેમણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, સંજય સિંહની દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે. EDનો દાવો છે કે વિવાદાસ્પદ દારૂની નીતિમાં સંજય સિંહની પણ મહત્વની ભૂમિકા હતી અને લાંચની રકમ તેમની પાસે પહોંચી હતી. જો કે, દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને કેન્દ્ર સરકાર પર તેમને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો - Telangana : ચૂંટણી રેલી દરમિયાન મુખ્યમંત્રી KCR ના પુત્ર સાથે થયું કઇંક આવું… જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.