Daman: સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવી જોખમી રીલ, માંડ માંડ બચ્યો જીવ
Daman: લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વધુને વધુ અટવાઈ રહ્યા છે. થોડીક લાઈક્સ અને કમેન્ટન્સ માટે પોતાના જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. અત્યારે સોશિયલ મીડિયામાં વારયલ થવા માટે જીવના જોખમે રીલ્સ બનાવી રહ્યા છે. નોંધનીય છે કે, રીલ બનાવવાની આવી ઘેલછા ભારે પણ પડી શકે! ખાસ કરીને વાત કરવામાં આવે તો, સંઘપ્રદેશ દમણના દરિયા કિનારાનો એક વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
રીલ બનાવતી યુવતીનો જીવ માંડ માંડ બચ્યો
વિગતે વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે રીલના ચક્કરમાં યુવતીએ જીવને જોખમમાં મુક્યો. નોંધનીય છે કે, દમણના દરિયાકાંઠે રીલ બનાવતી યુવતીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જો થોડી પણ વાર થઈ હોત તો કદાચ તેના રામ રમી ગયા હોત. ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠા સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતા. પરંતુ આવી રીલ જીવ પણ લઈ શકે છે, તેનું કદાચ સોશિયલ મીડિયાના ઘેલા લોકોને ખ્યાલ નહીં હોય!
Daman: રાક્ષસી મોજા સામે યુવતીની જીવલેણ Reel | Gujarat First#daman #DamanSeashore #ViralVideo #RiskyReel #viralreelschallenge #LifeAtRisk #DangerousWaves #BeachSafety #TouristWarning #AdministrativeNeglect #SocialMediaStunt #SafetyFirst #GujaratFirst pic.twitter.com/8i1Z2FI3Ls
— Gujarat First (@GujaratFirst) July 5, 2024
આદેશનું સરાજાહેર ઉલંઘન કરી દરિયા કિનારે રીલ બનાવી
મહત્વની વાત તો એ છે કે, દરિયા કિનોરે રીલ બનાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધ હોવા છતાં પણ યુવતીએ રીલ બનાવી છે. જીવ જોખમમાં મુકી રીલ બનાવવી ભારે પડી શકે! આવી રીતે જીવ જોખમમાં મુકવો કોઈ સમજદારી ભર્યુ વર્તન નથી. મહત્વની વાત એ છે કે, જે સ્થળે પ્રતિબંધ છે તેવી જગ્યાએ યુવતીએ રીલ બની હતી. નોંધનીય છે કે, દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પર જોખમી રીલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ અહીં આ યુવતીએ તંત્રના આદેશનું સરાજાહેર ઉલંઘન કર્યુ અને દરિયા કિનારે રીલ બનાવી હતી.