Amreli : બાબરામાં કાળી ચૌદશના પર્વે 2 નિર્દોષ પશુની બલી
બાબરામાં કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચડાવાઇ
સંતાન પ્રાપ્તિ માટે 2 પશુની બલી ચડાવાઇ
પશુ બલીની ઘટના સમયે વિજ્ઞાન જાથા પોલીસ સાથે ત્રાટકી
ભુવા રમેશ વાળોદરા સહિત ત્રણ સાગરીતોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત
અત્યાર સુધીમાં 400 પશુઓની બલી ચડાવી હોવાની ભુવાની કબૂલાત
બાબરા પોલીસ દ્વારા ભુવા સામે પશુ વધ સહિતની કલમો તળે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ
અમરેલીના બાબરામાં કાળી ચૌદશે માનતાના નામે નિર્દોષ પશુની બલી ચઢાવાઇ છે. પશુની બલી ચઢાવાતી હતી ત્યારે જ વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકી હતી અને ભુવા તથા તેના સાગરીતોને ઝડપી લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ મચી ગઇ હતી.
2 પશુની બલી ચઢાવાઇ
બાબરાના વાલ્મિકી વાસમાં ભુવા રમેશભાઈ વાડોદરા અને તેના સાગરિતો અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવા નામના ત્રણ શખ્સો કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે ચારેયની અટક કરી છે. કાળી ચૌદસને દિવસે જ માનતાના નામે બે પશુની બલી ચડવાની હતી અને તેમાં બે પશુઓ સમયસર આવી ગયા હતા અને 11 પશુ રસ્તામાં હતા તે દરમિયાન ભુવાએ ઝડપથી વિધિ-વિધાન કરી 2 પશુની બલી ચડાવી હતી અને લોહીનો છંટકાવ કરી અને માતાજીને પ્રસન્ન કરવા રમેશ ભુવા એ ધુણીને માનતા પૂરી થઈ છે તેઓ સુર વ્યક્ત કર્યો હતો.
અત્યાર સુધીમાં 400 આસપાસ નિર્દોષ પશુની બલી
આ ઘટનામાં વિજ્ઞાન જાથાને માહિતી હતી કે છેલ્લા 10 વર્ષથી રમેશ દોરા ધાગા જોવાનું કામ લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે અને લોકોને ભ્રમ નાખી શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે. આ ભુવા પાસે હિન્દુ - મુસ્લિમના વિવિધ લોકો પણ આવતા હતા. દર મહિને માતાજીનો મઢ પોતાના ઘરમાં રાખીને નિર્દોષ પશુઓની બલી ચઢાવતા હતા. અત્યાર સુધીમાં 400 આસપાસ નિર્દોષ પશુની બલી ચડાવી દીધી છે તેવી હકીકત પણ જાણમાં આવી હતી.
વિજ્ઞાન જાથા અને પોલીસ ત્રાટકી
આજે કાળી ચૌદસના દિવસે ભુવા નિર્દોષ પશુની બલી ચઢાવતા હતા ત્યારે જ વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ત્રાટકી હતી અને ભુવાઓને પકડી લઇને પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી.વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નેતૃત્વમાં અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, વિનુભાઈ લોદરીયા, ભભલુભાઈ ધાધલ, મનીષભાઈ ઘુઘલ સાથે અને સ્થાનિક કાર્યકરો સાથે રહ્યા હતા.
આ પણ વાંચો---PAVAGADH : કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર