Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠામાં ગબ્બર ફિલ્મ જેવા દ્ર્શ્યો! ખાનગી હોસ્પિટલે મૃતદેહની સારવાર ચાલુ કરી

Sabarkantha Crime News : દર્દીની સારવારમાં કોઈ ડોક્ટર હાજર જ નહોતા
સાબરકાંઠામાં ગબ્બર ફિલ્મ જેવા દ્ર્શ્યો  ખાનગી હોસ્પિટલે મૃતદેહની સારવાર ચાલુ કરી
  • સારવારના નામે નાણા સ્વજનો પાસેથી નાણા પડાવ્યા
  • દર્દીની સારવારમાં કોઈ ડોક્ટર હાજર જ નહોતા
  • આ હોસ્પિટલમાંથી ડોકટરો ફરાર થઇ ગયા હતા

Sabarkantha Crime News : તાજેતરમાં સાબકાંઠાના ઈડર તાલુકમાંથી માનવતા ઉપર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ તબીબો ઉપર અને રાજ્યની સુરક્ષા ઉપર સવાલો ઉભા કર્યા છે. કારણ કે... આ ઘટનામાં એક ગરીબ પરિવાર સાથે પૈસાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. તો હોસ્પિટલ સ્ટાફ અને તબીબો દ્વારા જે કીમિયો અપનાવવામાં આવ્યો હતો, તે ખરેખર ખુબ જ અમાનવીય હતો.

Advertisement

સારવારના નામે નાણા સ્વજનો પાસેથી નાણા પડાવ્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલી લાઇફ લાઇન હોસ્પિટલ સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. કારણ કે... આ હોસ્પિટલના સ્ટાફે દર્દી મરી ગયું હોવા છતાં, તેને સારવાર આપી દર્દીના સ્વજનો પાસેથી નાણાં પડાવ્યા હતા. જોકે આ દર્દીને તેના પરિવારજનોએ સારવાર અર્થે ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો: ખેરાલુમાં પાલિકાનો એક્શન મોડ! 5 મિલકતોને વેરો નહીં ભરતા કરી શીલ

Advertisement

દર્દીની સારવારમાં કોઈ ડોક્ટર હાજર જ નહોતા

પરંતુ તબીબો અને હોસ્પિટલના સ્ટાફે મળીને સારવારના નામે દર્દીના પરિવાર પાસે નાણા પડાવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થઈ હતી, ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ ઉપર અનેક આરોપો લગાવ્યા છે.તો મૃતક દર્દીના સ્વજનોએ આક્ષેપ કર્યા કે આ દર્દીની સારવારમાં કોઈ ડોક્ટર હાજર જ નહોતા. તો સ્વજનોએ ન્યાયની માંગ સાથે આ મૃતક દર્દીના મૃતદેહને હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે મૂકીને આક્રંદ સાથે વિરોધ કર્યો હતો.

આ હોસ્પિટલમાંથી ડોકટરો ફરાર થઇ ગયા હતા

ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ આવી હતી અને પરિવારને સમજાવવા અને મૃતદેહ સ્વીકાર કરવા મનાવવાના પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ આ હોસ્પિટલમાંથી ડોકટરો ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઇડરની આ લાઇફ લાઇન હોસ્પિટલમાં અગાઉ પણ આવો જ વિવાદ થયો હતો. વિજયનગર તાલુકાનું એક દર્દી મરી ગયું હોવા છતાં એની સારવાર કરી પરિવારજનો પાસેથી નાણા પડાવ્યાના આરોપ લાગ્યાં હતા.

Advertisement

આ પણ વાંચો: સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા, જાણો કેવી રીતે

Tags :
Advertisement

.