ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

47 વર્ષ બાદ રશિયાનું Moon Mission.! Luna-25નું સફળ લોન્ચિંગ..

રશિયા (Russia)એ 47 વર્ષ પછી ચંદ્ર (Moon ) પર પગ મૂકવા માટે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. Luna-25ને શુક્રવારે વહેલી સવારે સ્થાનિક સમય અનુસાર 2:11 વાગ્યે બોસ્ટન કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. રશિયા પહેલા ભારતે તેનું અવકાશયાન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્ર...
09:44 AM Aug 11, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
રશિયા (Russia)એ 47 વર્ષ પછી ચંદ્ર (Moon ) પર પગ મૂકવા માટે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. Luna-25ને શુક્રવારે વહેલી સવારે સ્થાનિક સમય અનુસાર 2:11 વાગ્યે બોસ્ટન કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. રશિયા પહેલા ભારતે તેનું અવકાશયાન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્ર પર મોકલ્યું છે. બંને મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનો છે. રશિયા અને ભારત(India)ના બંને વાહનો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
1976 પછી ચંદ્ર પર રશિયાનું પ્રથમ વાહન
રશિયાએ 1976 પછી પ્રથમ વખત ચંદ્ર પર પોતાનું 'લુના-25' વાહન મોકલ્યું છે. આ વાહનનું લોન્ચિંગ યુરોપિયન સ્પેસ એજન્સીની મદદ વગર કરવામાં આવ્યું હતું. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ એજન્સીએ મોસ્કો સાથેનો સહયોગ સમાપ્ત કર્યો હતો.

લુના-25 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે
અહેવાલો અનુસાર, રશિયન અવકાશયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચે તેવી શક્યતા છે. આ એ જ તારીખ છે જ્યારે 14 જુલાઈના રોજ ભારત દ્વારા લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર પગ મૂકશે તેવી અપેક્ષા છે. બંને દેશોએ પોતાના વાહનોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જ્યાં અત્યાર સુધી કોઈ વાહન સોફ્ટ લેન્ડિંગમાં સફળ નથી થયું. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો - યુએસ, અગાઉના સોવિયેત યુનિયન અને ચીન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યા છે.
આ પણ વાંચો---અમેરિકન સિંગરને મણિપુર મુદ્દે PM મોદી પર ભરોસો, તો વિપક્ષને કેમ નહીં ?
Tags :
Chandrayaan-3IndiaLuna-25MOON MISSIONrussia