Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia Ukraine Conflict : રશિયાએ બાળકોની હોસ્પિટલ પર કર્યો મિસાઈલથી હુમલો, 24ના મોત

Russia Ukraine Conflict : યુક્રેન (Ukraine) માં બારૂદી તોફાન આવ્યું છે. પુતિન (Putin) નો પ્રતિશોધ વધુ તિવ્ર બન્યો છે. આવું અમે એટલા માટે કહીં રહ્યા છીએ કારણ કે, યુક્રેન પર રશિયા (Russia) નો વિધ્વંસક હુમલો થયો છે. બંને દેશ વચ્ચે...
russia ukraine conflict   રશિયાએ બાળકોની હોસ્પિટલ પર કર્યો મિસાઈલથી હુમલો  24ના મોત
Advertisement

Russia Ukraine Conflict : યુક્રેન (Ukraine) માં બારૂદી તોફાન આવ્યું છે. પુતિન (Putin) નો પ્રતિશોધ વધુ તિવ્ર બન્યો છે. આવું અમે એટલા માટે કહીં રહ્યા છીએ કારણ કે, યુક્રેન પર રશિયા (Russia) નો વિધ્વંસક હુમલો થયો છે. બંને દેશ વચ્ચે યુદ્ધ (War) ને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. સોમવારે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ડઝનેક મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતા. રશિયન સૈન્યએ કિવમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. જેના કારણે હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. કાટમાળ નીચે હજુ પણ અનેક મૃતદેહો દટાયેલા હોવાના સમાચાર છે.

ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પર હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો

સોમવારે યુક્રેનની રાજધાની કિવ પર રશિયન મિસાઇલ હુમલો કર્યો હતો. રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં બાળકોની હોસ્પિટલ, ઓક્માટડિટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પર હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કર્યો અને અન્ય સ્થળોએ પણ ભારે બોમ્બમારો કર્યો. ડઝનબંધ સ્વયંસેવકો, ડોકટરો અને બચાવ કાર્યકરો દિવસના બોમ્બ વિસ્ફોટ પછી બચી ગયેલા લોકોની શોધમાં ઓખામાડાઇટ પીડિયાટ્રિક હોસ્પિટલના એક વિભાગના કાટમાળમાંથી ખોદકામ કરી રહ્યા છે. રશિયન દળોએ મધ્ય યુક્રેનના અન્ય શહેર કિર્વી રિહ પર પણ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. રશિયન સેનાનો આ હુમલો ઘણા મહિનામાં કિવ પરનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિવસના અજવાળામાં કરવામાં આવેલા હુમલામાં કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલો સામેલ હતી, જે સૌથી અદ્યતન રશિયન હથિયારોમાંની એક છે. કિંજલ અવાજ કરતા 10 ગણી ઝડપે ઉડે છે, જેના કારણે તેને રોકવું લગભગ અશક્ય બની જાય છે. વિસ્ફોટોથી શહેરની ઇમારતો હચમચી ઉઠી હતી.

Advertisement

Advertisement

પાંચ શહેરોમાં 40 થી વધુ મિસાઇલો સાથે હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ વિવિધ પ્રકારની 40 થી વધુ મિસાઈલો વડે 5 શહેરોને નિશાન બનાવ્યા છે. રશિયાએ સોમવારે યુક્રેનના શહેરો પર ડઝનેક મિસાઇલો છોડી હતી, જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રારંભિક હુમલાના કલાકો પછી, યુક્રેનિયન શહેરોમાં સાયરન સંભળાય છે, જે લોકોને તેમના જીવન માટે આશ્રયસ્થાનોમાં આશ્રય લેવાની ફરજ પાડે છે. જણાવી દઈએ કે આ રશિયન હુમલો ત્યારે થયો જ્યારે ઝેલેન્સકી વોશિંગ્ટનમાં નાટો સમિટમાં જતા પહેલા વોર્સોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સહયોગી દેશો પાસેથી વધુ સૈન્ય સમર્થન માટે અપીલ કરવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ નાટોએ પણ કહ્યું છે કે તે યુક્રેનની મદદ માટે પોતાની સેના મોકલશે. જેના કારણે રશિયા પરેશાન છે.

આ પણ વાંચો - ફ્રાન્સમાં સત્તા પરિવર્તન, ચૂંટણી પરિણામ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી

આ પણ વાંચો - Israel Attack On School: ગાઝા પર ઈઝરાયેલનો કહેર યથાવત, વધુ એક શાળા પર હવાઈ હુમલો

Tags :
Advertisement

Trending News

.

×