Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રસલ-રિકુંએ પંજાબના હાથમાં આવેલી જીતને છીનવી, 5 વિકેટે મેળવી જીત

IPL 2023 ની 53મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ કોલકતા (KKR vs PBKS) ની ટીમ ઈડન ગાર્ડન્સ મેદાનમાં આમને-સામને આવી. જ્યા આ મેચ અંતિમ બોલ સુધી ગયો હતો. જોકે, અંતે આ મેચ કોલકતાના નામે રહી હતી. KKR એ...
11:28 PM May 08, 2023 IST | Hardik Shah

IPL 2023 ની 53મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ કોલકતા (KKR vs PBKS) ની ટીમ ઈડન ગાર્ડન્સ મેદાનમાં આમને-સામને આવી. જ્યા આ મેચ અંતિમ બોલ સુધી ગયો હતો. જોકે, અંતે આ મેચ કોલકતાના નામે રહી હતી. KKR એ આ મેચ 5 વિકેટ જીતી લીધી છે.

KKR એ અંતિમ બોલે મેળવી જીત

IPL 2023ની 53મી મેચમાં KKRની ટીમે અંતિમ બોલ પર પંજાબને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબે 179 રન બનાવ્યા હતા. જવાબમાં KKRની ટીમે છેલ્લી ઓવરના છેલ્લા બોલે જીત મેળવી હતી. જણાવી દઈએ કે છેલ્લા બોલ પર KKR ને જીતવા માટે 2 રનની જરૂર હતી, ત્યારબાદ રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. લક્ષ્યનો પીછો કરતા KKRની ટીમે સારી શરૂઆત કરી હતી. KKRના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 15 રન બનાવ્યા હતા. તેને સપોર્ટ કરતા જેસન રોયે ઝડપી 31 રન બનાવ્યા હતા. વળી KKR ના કેપ્ટન નીતિશ રાણાએ 51 રનની સારી ઇનિંગ રમી હતી. જોકે, મેચ ફસાઈ ગઈ હતી. છેલ્લે આન્દ્રે રસેલે (42) લાંબા શોટ વડે પોતાની ટીમને વાપસી લાવી હતી. વળી, રિંકુ સિંહે 10 બોલમાં 21 રન બનાવી પોતાની ટીમને જીત અપાવી હતી.

રિંકુ-રસેલનો ધમાકો

KKR માટે અંતિમ ઓવરોમાં, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહે માત્ર 24 બોલમાં અડધી સદીની ભાગીદારી કરીને KKRને જબરદસ્ત વિજય અપાવ્યો હતો. પંજાબના બોલરો ફરી એકવાર અંતિમ ઓવરોમાં ખૂબ મોંઘા સાબિત થયા. પંજાબ માટે અહીંથી આવનારી મેચો જીતવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. અંતિમ ઓવરમાં પાંચમાં બોલ પર રસલ આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો હતો જેણે અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી પોતાની ટીમને જીત અપાવી ટૂર્નામેન્ટમાં KKR ને બનાવી રાખ્યું છે.

પંજાબે અંતિમ ઓવરમાં 21 રન બનાવ્યા હતા

આ પહેલા પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શિખર ધવનના 57 રન અને જીતેશ શર્માના 21 રનની ઇનિંગના આધારે કોલકાતા સામે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબે છેલ્લી ઓવરમાં 21 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 3 અને હર્ષિત રાણાએ 2 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે એક ફેરફાર કર્યો હતો જ્યારે કોલકાતા એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી. પંજાબમાં મેથ્યુ શોર્ટની જગ્યાએ ભાનુકા રાજપક્ષેની એન્ટ્રી કરવામાં આવી હતી. 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે.

આ પણ વાંચો - RR VS SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર NO BALL એ નિર્ણય બદલ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Andre RussellIPL 2023KKR vs PBKSKKR wonrinku singh
Next Article