Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RSS ચીફ મોહન ભાગવતના 'એક માણસ ભગવાન બનવા માંગે છે' નિવેદન પર વિપક્ષે કર્યો કટાક્ષ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) ગુરુવારે ઝારખંડ (Jharkhand) માં આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, આત્મ-વિકાસ કરતા સમયે એક માણસ સુપરમેન (Superman) બનવા માંગે છે. આ પછી તે દેવતા બનવા માંગે...
rss ચીફ મોહન ભાગવતના  એક માણસ ભગવાન બનવા માંગે છે  નિવેદન પર વિપક્ષે કર્યો કટાક્ષ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) ગુરુવારે ઝારખંડ (Jharkhand) માં આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, આત્મ-વિકાસ કરતા સમયે એક માણસ સુપરમેન (Superman) બનવા માંગે છે. આ પછી તે દેવતા બનવા માંગે છે, પછી ભગવાન (God). તે વિશ્વરૂપની પણ અભિલાષા રાખે છે, પણ તેનાથી આગળ કંઈ છે કે નહીં તે કોઈ જાણતું નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો માણસ હોવા છતાં માનવીય ગુણોનો અભાવ હોય છે. તેઓએ પહેલા પોતાની અંદર આ ગુણો વિકસાવવા જોઈએ.

Advertisement

RSS ના ચીફ ભાગવતના નિવેદન પર વિપક્ષની આકરી પ્રતિક્રિયા

ઝારખંડના ગુમલામાં બિન-લાભકારી સંસ્થા વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર બેઠકને સંબોધતા ભાગવતે કહ્યું કે, લોકોએ માનવજાતના કલ્યાણ માટે અથાક મહેનત કરવી જોઈએ, કારણ કે વિકાસ અને માનવીય મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી. RSSના સરસંઘચાલકે કહ્યું કે પ્રગતિ ક્યારેય સમાપ્ત થતી નથી. જ્યારે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે હજુ ઘણું કરવાનું બાકી છે. તેમણે આગળ કહ્યું કે માણસ સુપરમેન, પછી દેવતા અને પછી ભગવાન બનવા માંગે છે. આંતરિક અને બાહ્ય વિકાસનો કોઈ અંત નથી. તે એક સતત પ્રક્રિયા છે. ઘણું બધું કરવામાં આવ્યું છે, પરંતુ હજી ઘણું બાકી છે. તેમના આ નિવેદન બાદથી વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ RSS ચીફના નિવેદનને લઈને વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા છે. આ નિવેદનને 'ભાગવત બોમ્બ' ગણાવતા જયરામ રમેશે કહ્યું કે હું જાણું છું કે સ્વયં-ઘોષિત નોન-બાયોલોજીકલ વડાપ્રધાનને ખબર પડી જ હશે કે તાજેતરમાં નાગપુરથી છોડવામાં આવેલી મિસાઈલનું લક્ષ્ય લોક કલ્યાણ માર્ગ હતું.

Advertisement

સંજય રાઉતે PM મોદી પર કટાક્ષ કર્યો

મોહન ભાગવતના નિવેદન બાદથી શિવસેના સંજય રાઉતે પણ PM મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે સરસંઘચાલક મોહન ભાગવતનું સન્માન કરવામાં આવે છે, આજકાલ જ્યારથી ચૂંટણીઓનો નિર્ણય થયો છે અને મોદીજીની લઘુમતી સરકાર દિલ્હીમાં બેઠી છે, મોહન જી ઘણી બધી વાતો ખુલ્લેઆમ કહી રહ્યા છે. હવે આખો દેશ જાણે છે કે આ સુપરમેન કોણ છે, વિષ્ણુનો અવતાર કોણ છે અથવા નોન-બાયોલોજીકલ વ્યક્તિ કોણ છે. સંજય રાઉતે કહ્યું કે, આ દેશમાં શું થઈ રહ્યું છે તે અંગે ભાગવત સાહેબે ખુલીને બોલવું જોઈએ. લઘુમતી સરકાર હોવા છતાં તે દેશની લોકશાહી અને બંધારણ માટે સારું નથી. આ દેશમાં સામાન્ય માણસ જ સુપરમેન છે અને આ સામાન્ય માણસે પોતાને ભગવાન માનનારા લોકોને બહુમતીથી દૂર રાખ્યા છે તેથી હું માનું છું કે સામાન્ય માણસ એટલે કે આ દેશનો મતદાર જ સુપરમેન છે.

આ પણ વાંચો:  PM મોદી BJP હેડક્વાર્ટરના કર્મચારીઓ અને પાર્ટી કાર્યકરોને મળ્યા, વીડિયો સામે આવ્યો...

Advertisement

Tags :
Advertisement

.