Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RR vs RCB : આજે તો RCB ની જીત પાક્કી! IPL માં કિંગ બન્યો કોહલી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

RR vs RCB : IPL 2024ની 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rajasthan Royals and Royal Challengers Bangalore) વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) માં રમાઈ રહી છે. આ મેચમાં RR ના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson)...
rr vs rcb   આજે તો rcb ની જીત પાક્કી  ipl માં કિંગ બન્યો કોહલી  બનાવ્યો આ ખાસ રેકોર્ડ

RR vs RCB : IPL 2024ની 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rajasthan Royals and Royal Challengers Bangalore) વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) માં રમાઈ રહી છે. આ મેચમાં RR ના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ RCB ની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી અને તેણે શાનદાર બેટિંગ શરૂ કરી હતી. ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલી (Virat Kohli) એ શરૂઆતથી જ તાબડતોડ બેટિંગ શરૂ કરી હતી અને IPL 2024 ની તેની પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે તેણે એક અન્ય માઈલસ્ટોન પણ પોતાના નામે કર્યો હતો. આવો જાણીએ તેના વિશે..

Advertisement

IPL માં કિંગ બન્યો કોહલી

IPL 2024 ભલે RCB માટે સારું ન હોય પણ ટીમના મુખ્ય ખેલાડી વિરાટ કોહલી માટે શાનદાર જઇ રહી છે. અત્યાર સુધી RCB 4 મેચ રમી ચુકી છે અને માત્ર 1 મેચમાં જ ટીમને જીત મળી છે. બીજી તરફ આ 4 મેચમાં RCB તરફથી જ નહીં પણ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ (203) રન વિરાટ કોહલીના નામે રહ્યા છે. આ સાથે જ આજની મેચમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને પોતાની IPL કારકિર્દીની 8 મી સદી ફટકારી હતી. તેણે પોતાની બેટિંગ દરમિયાન RR ના લગભગ બધા જ બોલરોની બોલિંગમાં રન બનાવ્યા હતા. તેટલું જ નહીં આ સદી સાથે વિરાટ કોહલીએ એક ખાસ માઇલસ્ટોન પણ પોતાના નામે કર્યો હતો.

Advertisement

જણાવી દઇએ કે, IPLમાં 7500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. IPLના ઈતિહાસમાં આવું કરનાર કોહલી એકમાત્ર બેટ્સમેન છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા આ તમામ રન બનાવ્યા છે. વિરાટ કોહલી IPLની પોતાની 242મી મેચ રાજસ્થાન સામે રમી રહ્યો છે. તેણે વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે RCB માટે સતત રમી રહ્યો છે. વિરાટે 2016ની સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી અને આ દરમિયાન કુલ 973 રન બનાવ્યા હતા. તે સિઝનમાં કોહલીએ 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીની શાનદાર સદી

વિરાટે માત્ર 67 બોલમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આવતાની સાથે જ ઝડપથી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે અને IPL ઈતિહાસમાં 7500થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. જે મેચમાં કોહલીનું બેટ ચાલે છે તે મેચમાં ઘણા રેકોર્ડ બને છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ IPLના ઈતિહાસમાં પોતાની 8મી સદી ફટકારી છે. જ્યારે RR IPL ની 7મી ટીમ છે જેની સામે તેણે સદી ફટકારી હતી. તેણે 2016માં ગુજરાત સામે બે સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ધીમી સદી પણ છે.

Advertisement

IPLમાં વિરાટ કોહલીની તમામ સદી

રાજસ્થાન રોયલ્સ - 113* રન
પંજાબ કિંગ્સ - 113 રન
ગુજરાત લાયન્સ - 109 રન
રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ - 108* રન
ગુજરાત ટાઇટન્સ - 101* રન
ગુજરાત લાયન્સ - 100* રન
કોલકાતા નાઈટ રાઈડર્સ - 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદ - 100 રન

કોહલી RCB નો કેપ્ટન પણ રહી ચુક્યો છે

વિરાટ કોહલી RCB નો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. વર્ષ 2016માં તેણે ટીમની કેપ્ટનશીપ કરી અને તેને ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે, RCB ટીમ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી. કોહલીએ પૂરી સિઝનમાં જે રીતે બેટિંગ કરી, તેણે લગભગ એકલા હાથે ટીમને ચેમ્પિયન બનાવી હતી. ફાઇનલમાં 208 રનના લક્ષ્યાંક સામે RCB ની ટીમ 200 રન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તેમ છતાં ટીમ મેચ હારી ગઈ હતી. આ સિઝનમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની સાથે તેણે RCB ને શાનદાર શરૂઆત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી છેલ્લી મેચમાં રન બનાવી શક્યો નહોતો. પરિણામ એ આવ્યું કે તેની ટીમ પણ નિષ્ફળ ગઈ. આ મેચમાં વિરાટની ઘાતક બેટિંગનું પરિણામ એ આવ્યું કે ગ્લેન મેક્સવેલ સસ્તામાં આઉટ થયા પછી પણ રનની ગતિ અકબંધ રહી.

આ પણ વાંચો - RR vs RCB : જયપુરમાં આજે જામશે RR અને RCB વચ્ચે જોરદાર ટક્કર

આ પણ વાંચો - RCB Vs LSG : ધોની-સચિન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું

Tags :
Advertisement

.